Valsad: સાંસદ ધવલ પટેલે 15 વર્ષ જૂની સમસ્યા ઉકેલી નાંખતા ખેડૂતો ખુશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં અનેક ગામડાઓ એવા છે જ્યાં દેશને આઝાદી મળી ત્યારથી લઈને હજી સુધી સુવિધાઓ માટે તડપવું પડે છે. ત્યારે વલસાડના ભાજપના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે એક ગામની 15 વર્ષ જૂની સમસ્યાનો અંત લાવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ગામ લોકોએ સાંસદ ધવલ પટેલને રજૂઆત કરી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડ જિલ્લામાં દાંડી મેઈન રોડથી વત્રાઈને જોડતો આડબંધ ઘણા વર્ષોથી તૂટી ગયો હતો. જેના કારણે કકવાડી, દાંડી અને ભાગલ સહિતના ગામના ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડતું હતું. ગામ લોકોએ સાંસદ ધવલ પટેલને રજૂઆત કરતાં તેમણે તાત્કાલિક સંવેદના દર્શાવી પોતાના ભંડોળમાંથી ત્રણ લાખની ગ્રાન્ટ ફાળવી હતી.
ચોમાસા પહેલા આડબંધનું કામ પૂર્ણ થતાં ખેડૂતોને ફાયદો
આ ગ્રાન્ટની મદદથી ચોમાસા પહેલા આડબંધનું કામ પૂર્ણ થઈ જતાં હવે પાણીના પ્રવાહથી ખેડૂતોની ખેતીને જીવનદાન મળશે. જો આ કામ થયું ના હોત તો ખેડૂતોના ખેતર પાણીમાં ગરકાવ થઈ જતાં અને ખેડૂતો ડાંગરનો પાક ના લઈ શકત. સાંસદ ધવલ પટેલે ગ્રામજનોની રજૂઆત બાદ તાત્કાલિક અસરથી કામગીરી કરતાં કકવાડી, દાંડી અને ભાગલ ગામના લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
What's Your Reaction?






