Valsad: વાપીની કંપનીમાં ભયાનક આગ ફાટી, ફાયર વિભાગે કાર્યવાહી શરુ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ઘણી જગ્યાઓએ આગના બનાવો વધ્યા છે. ઈન્ડસ્ટ્રીયલ એરિયા કે રહેણાંક વિસ્તારોમાં આગની ઘટના બનતા જાનમાલનું ખૂબ જ મોટું નુકસાન થાય છે. જેમાં ઘણા લોકોના મોત પણ થતા હોય છે. આવો જ એક બનાવ વલસાડ જિલ્લાના વાપીમાં બન્યો હતો. જ્યાં વાપીમાં આગની એક ભયાનક ઘટના સામે આવી હતી. વાપીના દમણ ગંગા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગની ભયાનક ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. જે અંગે લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેઓએ કામગીરી શરુ કરી હતી.
વાપીમાં આગની ઘટના બની
મળતી માહિતી મુજબ વલસાડના વાપીમાં દમણ ગંગા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગની ઘટના બની હતી.'અધુનિક મલ્ટી ટ્રેડ LLP'નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના લીધે ભાગદોડ મચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું.જેના લીધે આખા પરિસરમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો.આગના પગલે કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી.
લોકોમાં દોડધામ મચી ગઈ
કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળતા આગના ગોટેગોટા ઉડવા માંડ્યા હતા. કર્મચારીઓને જ્યારે આગની જાણ થતા તેઓ પોતાનો જીવ બચાવવા માટે કંપની બહાર દોડી ગયા હતા. આગ લાગતા લોકો ભયમાં મૂકાઈ ગયા હતા. તો કંપનીમાં લાગેલી આગની ઘટનાની જાણ લોકોએ ફાયર બ્રિગેડને કરી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 4થી 5 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગને બુઝાવવાની કામગીરીની શરુઆત કરી હતી.
What's Your Reaction?






