Valsad: પ્રેશર મીડનો ઉપયોગ કરનાર ડીજે સંચાલકનું વાહન જપ્ત કરવા ચીમકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડમાં શ્રી ગણેશ મહોત્સવની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આયોજકો, ડીજે સંચાલકો અને એકતા સમિતિના સભ્યોની સંયુક્ત બેઠક રાખવામાં આવી હતી.
બેઠકમાં રજૂ થયેલા સૂચનો બાદ જિલ્લા પોલીસ અધિક્ષકે આયોજકોને મંડળના પંડાલમાં, પંડાલની બહાર અને પાર્કિંગ સ્થળ મળી ત્રણ સ્થળોએ સી.સી. ટી.વી. કેમેરા ફિટ કરવાનું સૂચન કર્યું હતું. તેમણે આયોજનના સ્થળે વાહન પાર્કિંગ વ્યવસ્થિત રીતે થાય તે માટે, સ્વયંસેવકોની ટીમ દર્શનાર્થીઓ હાજર રહે ત્યાં સુધી તૈનાત રાખવા સૂચન કર્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષકે સુપ્રીમ કોર્ટની ડીજે સાઉન્ડની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાની તાકીદ કરી હતી. વધુમાં તેમણે વિસર્જન યાત્રા દરમિયાન કોઈ પણ ડીજે સંચાલકને પ્રેશર મીડનો ઉપયોગ નહિ કરવાની કડક સૂચના આપી હતી. સાથે જ પ્રેશર મીડની ઉપયોગ કરનાર ડીજે સંચાલકનું સાઉન્ડ સિસ્ટમ અને વાહન તે જ સ્થળેથી જપ્ત કરી, કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવો સ્પષ્ટ નિર્દેશ પણ આપ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

