Valsad: પ્રેમી સાથે લિવ ઇનમાં રહેતી મહિલાની હત્યા, જમવાનું બનાવવાની બાબતે ઝઘડો થતા લાકડાના ફટકા માર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડમાં જમવાનું બનાવવાની બાબતે હત્યા કરવામાં આવી છે. પ્રેમીએ જ મહિલાની લાકડાના ફટકા મારી હત્યા કરી છે.વલસાડના અબ્રામા વિસ્તારમાં પતિના અવસાન બાદ મહિલા રહેતી લિવ ઇનમાં હતી. આરોપી ભાવેશ સાથે રહેતી હતી,જમવાનું બનાવાની બાબતે ઝઘડો થતા હત્યા કરાઇ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રેમીએ જ મહિલાની લાકડાના ફટકા મારી હત્યા કરી
વલસાડમાં જમવાનું બનાવવાની બાબતે હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે. વલસાડના અબ્રામા વિસ્તારમાં મહિલાને પ્રેમીએ ઘરમાં લાકડાના ફટકા માર્યા બાદ મહિલાને રોડ પર પછાડી હતી. મનિષાબેન પોતાના પતિના અવસાન બાદ આરોપી ભાવેશ સાથે લિવ ઈનમાં રહેતી હતી. ઝગડા દરમિયાન આરોપીએ મનિષાબેનને ઘરમાં લાકડાના ફાટક માર્યા હતા. મહિલા દોડી ઘરની બહાર ગઈ તો ભાવેશે મનીષાબેનને રોડ પર પછાડીને માર માર્યો હતો.
ભાવેશ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ
મહિલાની બુમાબુમ સાંભળતા પાડોશીઓ દોડી આવ્યા હતા, ઘાયલ મનીષાને બચાવવા આવેલ સ્થાનિકો પર ભાવેશે પથ્થરમારો કરી ભગાડ્યો હતો. સ્થાનિકોએ તરત જ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી ઘાયલ મહિલાને હોસ્પિટલ ખસેડી હતી. હોસ્પિટલમાં મહિલાને મૃત જાહેર કરતા પોલીસે આરોપી ભાવેશ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






