Valsad: દીપડાએ શ્વાન પર હુમલો કરતાં શ્વાને દીપડાને ભગાડ્યો
વલસાડના રોલા ગામે દીપડાએ દેખા દીધી શ્વાને પ્રતિકાર કરતા દીપડાએ ભાગવું પડ્યું ડુંગર ફળિયા વિસ્તારની ઘટના CCTVમાં કેદ વલસાડના રોલા ગામમાં દીપડાએ દેખા દીધી છે. ઘરની બહાર સૂતેલા શ્વાન પર દીપડાએ હુમલો કરવાનો પ્રયાસ કરતાં શ્વાને વળતો પ્રહાર કરતાં દીપડો ભાગી ગયો હતો. એક બંગલામાંની બહાર શ્વાન સૂઈ રહ્યો હતો ત્યારે દીપડાએ ધીમા પગે આવી શિકાર કરવાની કોશીશ કરી હતી. શ્વાનના ગળામાં ચેન બાંધી હોવાથી દીપડાએ ભાગવું પડ્યું હતું. રોલા ગામે ડુંગર ફળિયામાં રહેતા વિરલ દિપકભાઈ પટેલના બંગલામાં ઘટના બની હતી. મોડી રાત્રીના સમયે દીપડાએ પ્રવેશ કર્યો હતો. જે દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જુઓ કઈ રીતે ધીમા પગે ખુંખાર દીપડાએ બંગલાના કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો. ઉમરપાડાના રાણીકુંડ ગામે દીપડો પાંજરે પુરાયો હતો સુરત જિલ્લાના ઉમરપાડાના રાણીકુંડ ગામે દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં રાત્રિ દરમ્યાન દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને આખરે દીપડો પાંજરે પુરાયો હતો. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સુરત જિલ્લાના ગામડાઓમાં દીપડા દેખાતા હોવાના અહેવાલો સામે આવતા રહે છે. ત્યારે વધુ એક વખત દીપડો પાંજરે પુરાયો હતો. સુરત જિલ્લાના ઉમરપાડાના રાણીકુંડ ગામે દીપડો દેખાયો હતો. છેલ્લા ચારેક દિવસથી દીપડો ગામની સીમમાં આંટાફેરા મારતો હોવાની વાત સામે આવી હતી. બીજી તરફ આ સમગ્ર મામલે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વનવિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાઈ ગયો હતો. રાત્રિ દરમ્યાન દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બીજી તરફ વન વિભાગની ટીમે દીપડાનો કબજો મેળવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વલસાડના રોલા ગામે દીપડાએ દેખા દીધી
- શ્વાને પ્રતિકાર કરતા દીપડાએ ભાગવું પડ્યું
- ડુંગર ફળિયા વિસ્તારની ઘટના CCTVમાં કેદ
વલસાડના રોલા ગામમાં દીપડાએ દેખા દીધી છે. ઘરની બહાર સૂતેલા શ્વાન પર દીપડાએ હુમલો કરવાનો પ્રયાસ કરતાં શ્વાને વળતો પ્રહાર કરતાં દીપડો ભાગી ગયો હતો.
એક બંગલામાંની બહાર શ્વાન સૂઈ રહ્યો હતો ત્યારે દીપડાએ ધીમા પગે આવી શિકાર કરવાની કોશીશ કરી હતી. શ્વાનના ગળામાં ચેન બાંધી હોવાથી દીપડાએ ભાગવું પડ્યું હતું. રોલા ગામે ડુંગર ફળિયામાં રહેતા વિરલ દિપકભાઈ પટેલના બંગલામાં ઘટના બની હતી. મોડી રાત્રીના સમયે દીપડાએ પ્રવેશ કર્યો હતો. જે દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જુઓ કઈ રીતે ધીમા પગે ખુંખાર દીપડાએ બંગલાના કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો.
ઉમરપાડાના રાણીકુંડ ગામે દીપડો પાંજરે પુરાયો હતો
સુરત જિલ્લાના ઉમરપાડાના રાણીકુંડ ગામે દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં રાત્રિ દરમ્યાન દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને આખરે દીપડો પાંજરે પુરાયો હતો. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
સુરત જિલ્લાના ગામડાઓમાં દીપડા દેખાતા હોવાના અહેવાલો સામે આવતા રહે છે. ત્યારે વધુ એક વખત દીપડો પાંજરે પુરાયો હતો. સુરત જિલ્લાના ઉમરપાડાના રાણીકુંડ ગામે દીપડો દેખાયો હતો. છેલ્લા ચારેક દિવસથી દીપડો ગામની સીમમાં આંટાફેરા મારતો હોવાની વાત સામે આવી હતી. બીજી તરફ આ સમગ્ર મામલે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વનવિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું.
વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાઈ ગયો હતો. રાત્રિ દરમ્યાન દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બીજી તરફ વન વિભાગની ટીમે દીપડાનો કબજો મેળવ્યો હતો.