Valsad Rain: વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા વરસાદી પાણી

વલસાડ જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ વલસાડના છીપવાડ અંડરપાસમાં બની ઘટના અંડરપાસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતાવલસાડ શહેરમાં મોડી સાંજ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધોધમાર વરસાદ થી જ રસ્તાઓ નદીમાં પરિવર્તન થતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વલસાડ અને ધરમપુર ને જોડતા સ્ટેટ હાઇવે ઉપર રસ્તો નદીમાં પરિવર્તન થવા પામ્યો હતો..સ્ટેટ હાઇવે ના વલસાડ ધરમપુર રોડ ઉપર ગૂંથણ સમાં પાણી ભરાય જતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ ના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાય જવાની સમસ્યા સામે આવી હતી. અંડરપાસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા વલસાડ જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ થતા નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વલસાડના છીપવાડ અંડરપાસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. આવતા જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો બીજી બાજુ અંડરપાસમાં લાઈટ ન હોવાના કારણે કાર ફસાઈ હતી. પાલિકા ફાયરની ટીમે કારચાલકનું રેસ્ક્યુ કર્યુ હતું.નેશનલ હાઈવે પર ભરાયેલા પાણીને કારણે બાઈક પર સવાર દંપતીએ જીવ ગુમાવ્યોવલસાડમાં તંત્રના પાપે વરસાદ વચ્ચે લોકોના જીવ જઈ રહ્યા છે. હાં, તંત્રને કારણે બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. નેશનલ હાઈવે પર ભરાયેલા પાણીને કારણે બાઈક પર સવાર દંપતીએ જીવ ગુમાવ્યો. વાપીના બલિઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે આ ઘટના બની હતી. તો તુટેલા ખાડા અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલના અભાવે એમ્બ્યુલન્સે પણ પાણીમાં ફસાવાનો વારો આવ્યો હતો. વાપીના બલિઠા નજીક એમ્બ્યુલન્સ પાણીમાં ભરાઈ રહી હતી. જો કે ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવી હતી...તો અન્ય વાહનોને પણ ભરાયેલા આ પાણીને કારણે અસર થઈ છે. 

Valsad Rain: વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા વરસાદી પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વલસાડ જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ
  • વલસાડના છીપવાડ અંડરપાસમાં બની ઘટના
  • અંડરપાસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા

વલસાડ શહેરમાં મોડી સાંજ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધોધમાર વરસાદ થી જ રસ્તાઓ નદીમાં પરિવર્તન થતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વલસાડ અને ધરમપુર ને જોડતા સ્ટેટ હાઇવે ઉપર રસ્તો નદીમાં પરિવર્તન થવા પામ્યો હતો..સ્ટેટ હાઇવે ના વલસાડ ધરમપુર રોડ ઉપર ગૂંથણ સમાં પાણી ભરાય જતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ ના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાય જવાની સમસ્યા સામે આવી હતી.


અંડરપાસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા

વલસાડ જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ થતા નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વલસાડના છીપવાડ અંડરપાસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. આવતા જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો બીજી બાજુ અંડરપાસમાં લાઈટ ન હોવાના કારણે કાર ફસાઈ હતી. પાલિકા ફાયરની ટીમે કારચાલકનું રેસ્ક્યુ કર્યુ હતું.


નેશનલ હાઈવે પર ભરાયેલા પાણીને કારણે બાઈક પર સવાર દંપતીએ જીવ ગુમાવ્યો

વલસાડમાં તંત્રના પાપે વરસાદ વચ્ચે લોકોના જીવ જઈ રહ્યા છે. હાં, તંત્રને કારણે બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. નેશનલ હાઈવે પર ભરાયેલા પાણીને કારણે બાઈક પર સવાર દંપતીએ જીવ ગુમાવ્યો. વાપીના બલિઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે આ ઘટના બની હતી. તો તુટેલા ખાડા અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલના અભાવે એમ્બ્યુલન્સે પણ પાણીમાં ફસાવાનો વારો આવ્યો હતો. વાપીના બલિઠા નજીક એમ્બ્યુલન્સ પાણીમાં ભરાઈ રહી હતી. જો કે ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવી હતી...તો અન્ય વાહનોને પણ ભરાયેલા આ પાણીને કારણે અસર થઈ છે.