Valsad News: પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ સત્તાવાર રીતે કરાયો રદ, આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ

Sep 14, 2025 - 17:00
Valsad News: પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ સત્તાવાર રીતે કરાયો રદ, આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિવાદનો વિષય બનેલો પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવ્યો છે. રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે આ યોજના હટાવી દેવાયા હોવાની સ્પષ્ટ જાહેરાત કરી છે. જેને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંગે અગાઉ પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવાર સ્પષ્ટતા કરવામાં આવી હતી.

યોજના હટાવવાની કરાઈ હતી જાહેરાત

વર્ષ 2022માં ગુજરાત સરકારે આ યોજના હટાવી દેવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 10મી ઓગસ્ટ 2023ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવતને પત્ર પાઠવી લેખિત રજૂઆત કરી હતી. આ પ્રક્રિયા આગળ વધતા 29મી ડિસેમ્બર 2023ના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ગુજરાત સરકારને આ યોજના રદ કરી દેવાયા અંગેનો પત્ર પાઠવવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મંજૂરી

ત્યારબાદ ઓગસ્ટ 2025માં ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણયને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી અને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે તેની જાહેરાત કરી હતી. 13મી ઓગસ્ટ 2025ના રોજ લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને પણ કેન્દ્રીય જળ શક્તિ વિભાગ દ્વારા આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી હતી. જ્યારે હવે 18મી ઓગસ્ટ 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ માનસરંજન મંચરાજે પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કેન્દ્ર સરકારે ફરી એકવાર આ યોજના હટાવી દેવામાં આવી હોવાની પુષ્ટિ કરી છે. આદિવાસી સમાજે આભાર વ્યક્ત કર્યો

આ નિર્ણયથી આદિવાસી સમાજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાંસદ ધવલભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. આ યોજના રદ થવાથી આદિવાસીઓના જીવન અને આજીવિકા પરનું જોખમ દૂર થયું છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0