Valsad News : વલસાડમાં સરકારની માન્યતા વગર ચાલતી શાળા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, વિધાર્થીઓને આપ્યા હતા ખોટા એડમિશન

Aug 9, 2025 - 10:30
Valsad News : વલસાડમાં સરકારની માન્યતા વગર ચાલતી શાળા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, વિધાર્થીઓને આપ્યા હતા ખોટા એડમિશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડમાં માન્યતા વગર ચાલતી શાળા સામે કાર્યવાહી કરવામાં આવી છે, કપરાડાની ઓજર ગામે સિયોન એજ્યુકેશન સામે કાર્યવાહી કરવામાં આવી છે, સુવાર્તિક ચેરીટેબલ સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, સરકારની મંજૂરી વગર ધો.9, 10ના ક્લાસ ચલાવતા તપાસ કરવામાં આવી હતી અને પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડના કપરાડામાં ચલાવતા હતા શાળા

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં માન્યતા વગર ચાલતી શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, કપરાડા તાલુકાના ઓજર ગામની સિયોન સુવાર્તિક ચેરીટેબલ સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, સિયોન એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટમાં રાજ્ય સરકારની મંજૂરી વિના ધોરણ-9 અને 10ના ક્લાસ ચલાવી રહ્યા હતા અને શાળા અમાન્ય રીતે ચલાવવામાં આવી રહી હતી જેના કારણે ફરિયાદ નોંધાઈ છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના પત્રના આધારે સંસ્થા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વિધાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાઈ શકે છે

સમગ્ર ઘટનાને લઈ ધો 9 અને ધો 10માં આ શાળામાં ભણતા વિધાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાઈ શકે છે, વિધાર્થીઓનું ભવિષ્ય ના બગડે તેને લઈ અન્ય શાળામાં પ્રવેશ અપાઈ શકે છે, ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર કેટલા સમયની અંદર બાળકોને અન્ય શાળામાં પ્રવેશ આપે છે. વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગત વર્ષે શાળાઓનું વિસ્તૃત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 16 શાળાઓમાં વિવિધ ક્ષતિઓ મળી આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0