Valsad: વિરામ બાદ મેઘરાજાની ઇનિંગ શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીની લહેર, નીચાણવાળા વિસ્તારોમાં વહી નીકળ્યા પાણી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચોમાસાના પ્રારંભિક રાઉન્ડ બાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે થોડો વિરામ લીધો હતો, જેના કારણે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ વધી ગયો હતો. જોકે, આજે વહેલી સવારથી જ વલસાડ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સવારના સમયે જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતાં જાણે રાત હોય તેવો માહોલ સર્જાયો હતો અને ત્યારબાદ પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
ગરમીથી રાહત અને જનજીવન પર અસર
લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થતાં વલસાડવાસીઓએ મોટી રાહત અનુભવી છે. સવારના સમયે સ્કૂલે જતા બાળકો અને ઓફિસે જતા કર્મચારીઓ વરસાદમાં ભીંજાતા નજરે પડ્યા હતા. વરસાદને પગલે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર વાહનોની હેડલાઈટ્સ ચાલુ રાખવી પડી હતી અને વાહનોની ગતિ ધીમી પડી હતી. જોકે, આ શરૂઆતી વરસાદથી ક્યાંય પણ મોટા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ નથી, પરંતુ નીચાણવાળા માર્ગો પર પાણી વહી નીકળ્યા છે.
ખેડૂતો માટે અમૃત સમાન વરસાદ
દક્ષિણ ગુજરાતમાં ડાંગરની ખેતી મુખ્ય ગણાય છે. વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા અને પાક સુકાઈ જવાની ભીતિ હતી. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ બરાબર સમયે મેઘરાજાએ પુનરાગમન કરતા આ વરસાદ ખેડૂતો માટે અમૃત સમાન સાબિત થયો છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ મોન્સૂન કંટ્રોલ રૂમ દ્વારા તાલુકા વાઈઝ વરસાદના આંકડા પર નજર રાખી રહી છે.
આ પણ વાંચો: Surat: ચોમાસા પૂર્વે DEOની શાળાઓને ગાઇડલાઇન, જર્જરિત ક્લાસરૂમ તાત્કાલિક તોડી પાડવા આદેશ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

