Valsad: ડુપ્લીકેટ પોલીસ ઝડપાયો, જવેલર્સને ફોન કરી PSIની ઓળખ આપી રૂપિયા પડાવ્યા

વાપીના જવેલર્સને PSI બની રૂપિયા લેનાર વડોદરાનો યુવક ઝડપાયો છે. જ્વેલર્સને ફોન કરી ચોરીની ચેઈન ખરીદી છે, જે કાર્યવાહી કરવાનું કહીને ધમકાવ્યો હતો અને બાદમાં ઓનલાઈન પૈસા લઈ છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાઈ હતી.ફરિયાદના આધારે પોલીસે નકલી PSIની કરી ધરપકડ વાપીમાં જવેલર્સ સંચાલકને 4 દિવસ પહેલા અજાણ્યા ઈસમે ફોન કરીને વડોદરા PSIની ઓળખ આપી હતી. જે અજાણ્યા ઈસમે ચોરીના ગુનામાં પકડેલી મહિલાએ ડિસેમ્બર માસમાં ચોરીની ચેઈન 29,500માં વેચી હોવાનું જણાવ્યું હતું. જવેલર્સને કાર્યવાહી ન કરવા 29,500 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. જવેલર્સને કાર્યવાહી ન કરવા 29,500 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. પાછળથી જવેલર્સને પોતે છેતરાયો હોવાનું જણાતા GIDC પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે નકલી પીએસઆઈની ધરપકડ કરી છે. વાપી ટાઉન કબ્રસ્તાન રોડ ખાતે રહેતા અને ગુંજન સુર્યા હોસ્પિટલ રોડ પર ટીન્કુ જવેલર્સના નામે વેપાર કરતા સરીફુલ ઉર્ફે ટીન્કુભાઈ જહાંગીર ચૌધરીને ગત બુધવારે મોબાઈલ પર કોલ આવ્યો હતો કે હું પીએસઆઈ અર્જુનસિંહ ઝાલા વડોદરાથી બોલું છું, અમે એક સ્ત્રી આરોપીની ધરપકડ કરી છે, જે ઘરકામ કરે છે અને નાની મોટી ચોરી કરી દાગીના વેચી દે છે. આ મહિલાએ સાડા પાંચ ગ્રામ સોનાની ચેઈન જેની કિંમત રૂપિયા 29,500 તમારી દુકાનમાં વેચેલી હોવાની કબૂલાત કરે છે. જવેલર્સને કાર્યવાહી ન કરવા 29,500 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા જો તમે આ રૂપિયા ગુગલ પે કરી આપો તો હું આ કેસ ક્લોઝ કરી દઈશ અને જો રૂપિયા નહીં આપો તો મારી ટીમ અહીંથી તમારી દુકાન પર મોકલું છું. તેમ કહેતા વેપારીએ ગુગલ પે પર રૂપિયા 22,500 અને રૂપિયા 7,000 મોકલી દીધા હતા. તે બાદ વોટ્સએપ પર રૂપિયા મોકલવાનો મેસેજ મોકલી ફોન કરતા સ્વીચ ઓફ બતાવતા પોતે છેતરાયા હોવાનું જણાતા ફરિયાદ કરી હતી. પોલીસ તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી આરોપી અગાઉ વાપીમાં વીંટી વેચી ત્યારે નંબર લીધો હતો, આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીએ 3 વર્ષ પહેલાં વાપીના જવેલર્સ સંચાલકને એક સોનાની વીંટી વેચી હતી. હાલમાં આ યુવકને રૂપિયાની જરૂર પડતા પોતે નકલી પોલીસ તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી હતી. વાપી GIDC પોલીસની ટીમે આરોપીની ધરપકડ કરી બીજા કેટલાક લોકો સાથે છેતરપિંડી કરી છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે.  

Valsad: ડુપ્લીકેટ પોલીસ ઝડપાયો, જવેલર્સને ફોન કરી PSIની ઓળખ આપી રૂપિયા પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાપીના જવેલર્સને PSI બની રૂપિયા લેનાર વડોદરાનો યુવક ઝડપાયો છે. જ્વેલર્સને ફોન કરી ચોરીની ચેઈન ખરીદી છે, જે કાર્યવાહી કરવાનું કહીને ધમકાવ્યો હતો અને બાદમાં ઓનલાઈન પૈસા લઈ છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાઈ હતી.

ફરિયાદના આધારે પોલીસે નકલી PSIની કરી ધરપકડ

વાપીમાં જવેલર્સ સંચાલકને 4 દિવસ પહેલા અજાણ્યા ઈસમે ફોન કરીને વડોદરા PSIની ઓળખ આપી હતી. જે અજાણ્યા ઈસમે ચોરીના ગુનામાં પકડેલી મહિલાએ ડિસેમ્બર માસમાં ચોરીની ચેઈન 29,500માં વેચી હોવાનું જણાવ્યું હતું. જવેલર્સને કાર્યવાહી ન કરવા 29,500 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. જવેલર્સને કાર્યવાહી ન કરવા 29,500 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. પાછળથી જવેલર્સને પોતે છેતરાયો હોવાનું જણાતા GIDC પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે નકલી પીએસઆઈની ધરપકડ કરી છે.

વાપી ટાઉન કબ્રસ્તાન રોડ ખાતે રહેતા અને ગુંજન સુર્યા હોસ્પિટલ રોડ પર ટીન્કુ જવેલર્સના નામે વેપાર કરતા સરીફુલ ઉર્ફે ટીન્કુભાઈ જહાંગીર ચૌધરીને ગત બુધવારે મોબાઈલ પર કોલ આવ્યો હતો કે હું પીએસઆઈ અર્જુનસિંહ ઝાલા વડોદરાથી બોલું છું, અમે એક સ્ત્રી આરોપીની ધરપકડ કરી છે, જે ઘરકામ કરે છે અને નાની મોટી ચોરી કરી દાગીના વેચી દે છે. આ મહિલાએ સાડા પાંચ ગ્રામ સોનાની ચેઈન જેની કિંમત રૂપિયા 29,500 તમારી દુકાનમાં વેચેલી હોવાની કબૂલાત કરે છે.

જવેલર્સને કાર્યવાહી ન કરવા 29,500 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા

જો તમે આ રૂપિયા ગુગલ પે કરી આપો તો હું આ કેસ ક્લોઝ કરી દઈશ અને જો રૂપિયા નહીં આપો તો મારી ટીમ અહીંથી તમારી દુકાન પર મોકલું છું. તેમ કહેતા વેપારીએ ગુગલ પે પર રૂપિયા 22,500 અને રૂપિયા 7,000 મોકલી દીધા હતા. તે બાદ વોટ્સએપ પર રૂપિયા મોકલવાનો મેસેજ મોકલી ફોન કરતા સ્વીચ ઓફ બતાવતા પોતે છેતરાયા હોવાનું જણાતા ફરિયાદ કરી હતી.

પોલીસ તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી

આરોપી અગાઉ વાપીમાં વીંટી વેચી ત્યારે નંબર લીધો હતો, આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીએ 3 વર્ષ પહેલાં વાપીના જવેલર્સ સંચાલકને એક સોનાની વીંટી વેચી હતી. હાલમાં આ યુવકને રૂપિયાની જરૂર પડતા પોતે નકલી પોલીસ તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી હતી. વાપી GIDC પોલીસની ટીમે આરોપીની ધરપકડ કરી બીજા કેટલાક લોકો સાથે છેતરપિંડી કરી છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે.