Banaskantha Rain: બનાસકાંઠામાં મેઘરાજાએ છીનવ્યો ખેડૂતોના મુખનો કોળિયો, થઈ મોટી પાક નુકસાની

બનાસકાંઠામાં અમીરગઢના ઈકબાલગઢ પંથકમાં ગત રાત્રે થયેલા ભારે વરસાદને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે જે મગફળીના પાકો હતા તે પલળી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો પોતાની મગફળીનો જે પાક હતો તે લઈ રહ્યા હતા ત્યારે અચાનક જે વરસાદ આવ્યો અને તેના કારણે બહાર કાઢેલો પાક પણ પલળી ગયો છે જેના કારણે હવે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે ખેડૂતોની ચાર મહિનાની મહેનત પાણીમાં ગઈ છે ખેડૂતોએ ખાતર બિયારણ ખેડાઇ સહિતના જે ખર્ચા કર્યા હતા તે પણ હજુ નીકળે તેવું નથી ત્યારે ખેડૂતો હવે લાચાર બન્યા છે અને દિવાળીના તહેવારોમાં ખેડૂતોની દિવાળી બગડી હોય તેવું આ દ્ર્શ્યો ઉપરથી લાગી રહ્યું છે. ચોમાસાની સિઝન પત્યા બાદ પણ વરસાદ આવતા આ વરસાદ ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે. ગત રાત્રે અમીરગઢ પંથકમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે. મગફળીનો તૈયાર પાક લલણી કરેલો હતો તે સમયે અચાનક આવેલા વરસાદે ખેડૂતો નાં મગફળી નાં પાકને નષ્ટ કરી દિધો છે.. જેના કારણે હવે ખેડૂતોને મગફળી અને તેનો ઘાસચારોનો પાક પણ નષ્ટ થયો છે અને જેના કારણે લાખોનું નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે. પાક નષ્ટ થતાં ખેડૂતોની આંખમાં આંસુ આવી ગયા છે રાત દિવસ ચાર મહિના સુધી મહેનત કર્યા બાદ પણ ખેડૂતોની દિવાળી બગડી છે જેના કારણે ખેડૂતો લાચાર જોવા મળી રહ્યા છે.. એક બાજુ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ખેડૂતોને આશા હતી કે ચાર મહિનાની મહેનત કરી છે અને હવે પાક તૈયાર થયો છે ત્યારે સારો પાક લઈને દિવાળી સુધરી જશે જોકે પાક લેવાના સમયે જ અચાનક આવેલા વરસાદના કારણે ખેડૂતોએ દિવાળી બગાડી દીધી છે ખેડૂતોના પડતા ઉપર પાટુ જેવો ઘાટ અત્યારે સર્જાયો છે તૈયાર પાકોને નુકસાન થતાં ખેડૂતોની આંખમાં આંસુ આવી ગયા છે કેમકે મહા મહેનતે પાક તૈયાર કર્યો હતો ખેતરમાં બિયારણ ખેડાઈ અને દવાઓના ખર્ચા કરીને ચાર મહિનાં ની મહેનત બાદ પાક તૈયાર થયો હતો અને અચાનક જ વરસાદથી આ પાક બગડી જતા ખેડૂતોને રોવા નો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોના આ વર્ષની દિવાળી વરસાદે બગાડી દીધી છે ત્યારે સરકાર કોઈ મદદ કરે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે..

Banaskantha Rain: બનાસકાંઠામાં મેઘરાજાએ છીનવ્યો ખેડૂતોના મુખનો કોળિયો, થઈ મોટી પાક નુકસાની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠામાં અમીરગઢના ઈકબાલગઢ પંથકમાં ગત રાત્રે થયેલા ભારે વરસાદને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે જે મગફળીના પાકો હતા તે પલળી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો પોતાની મગફળીનો જે પાક હતો તે લઈ રહ્યા હતા ત્યારે અચાનક જે વરસાદ આવ્યો અને તેના કારણે બહાર કાઢેલો પાક પણ પલળી ગયો છે જેના કારણે હવે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે ખેડૂતોની ચાર મહિનાની મહેનત પાણીમાં ગઈ છે ખેડૂતોએ ખાતર બિયારણ ખેડાઇ સહિતના જે ખર્ચા કર્યા હતા તે પણ હજુ નીકળે તેવું નથી ત્યારે ખેડૂતો હવે લાચાર બન્યા છે અને દિવાળીના તહેવારોમાં ખેડૂતોની દિવાળી બગડી હોય તેવું આ દ્ર્શ્યો ઉપરથી લાગી રહ્યું છે.

ચોમાસાની સિઝન પત્યા બાદ પણ વરસાદ આવતા આ વરસાદ ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે. ગત રાત્રે અમીરગઢ પંથકમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે. મગફળીનો તૈયાર પાક લલણી કરેલો હતો તે સમયે અચાનક આવેલા વરસાદે ખેડૂતો નાં મગફળી નાં પાકને નષ્ટ કરી દિધો છે.. જેના કારણે હવે ખેડૂતોને મગફળી અને તેનો ઘાસચારોનો પાક પણ નષ્ટ થયો છે અને જેના કારણે લાખોનું નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે. પાક નષ્ટ થતાં ખેડૂતોની આંખમાં આંસુ આવી ગયા છે રાત દિવસ ચાર મહિના સુધી મહેનત કર્યા બાદ પણ ખેડૂતોની દિવાળી બગડી છે જેના કારણે ખેડૂતો લાચાર જોવા મળી રહ્યા છે..

એક બાજુ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ખેડૂતોને આશા હતી કે ચાર મહિનાની મહેનત કરી છે અને હવે પાક તૈયાર થયો છે ત્યારે સારો પાક લઈને દિવાળી સુધરી જશે જોકે પાક લેવાના સમયે જ અચાનક આવેલા વરસાદના કારણે ખેડૂતોએ દિવાળી બગાડી દીધી છે ખેડૂતોના પડતા ઉપર પાટુ જેવો ઘાટ અત્યારે સર્જાયો છે તૈયાર પાકોને નુકસાન થતાં ખેડૂતોની આંખમાં આંસુ આવી ગયા છે કેમકે મહા મહેનતે પાક તૈયાર કર્યો હતો ખેતરમાં બિયારણ ખેડાઈ અને દવાઓના ખર્ચા કરીને ચાર મહિનાં ની મહેનત બાદ પાક તૈયાર થયો હતો અને અચાનક જ વરસાદથી આ પાક બગડી જતા ખેડૂતોને રોવા નો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોના આ વર્ષની દિવાળી વરસાદે બગાડી દીધી છે ત્યારે સરકાર કોઈ મદદ કરે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે..