Valsad: ડાંગના સાંસદ ધવલ પટેલની CMને રજૂઆત, વાવાઝોડા-વરસાદથી થયેલા વ્યાપક નુકસાન માટે ત્વરિત રાહત પેકેજની માગ

Sep 29, 2025 - 15:00
Valsad: ડાંગના સાંસદ ધવલ પટેલની CMને રજૂઆત, વાવાઝોડા-વરસાદથી થયેલા વ્યાપક નુકસાન માટે ત્વરિત રાહત પેકેજની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે એમના મતવિસ્તારમાં પડી રહેલ ભારેથી અતિભારે વરસાદના અને વાવાઝોડાના કારણે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયેલ છે. જે અંગે સાંસદએ ત્વરિત રાહત પેકેજ જાહેર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે, સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રીને કરેલ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે, વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના સુરવાડા ગામમાં ભારે પવનથી અંદાજે 50 જેટલા ઘરોના છાપરા ઉડી ગયા છે. માછીમારોની દરિયા કાંઠે લાંગરેલી 8 થી 10 બોટ તૂટી ગઈ છે,તોફાની પવનના કારણે 6 નાગરિકોને નાની-મોટી ઈજા થઈ છે તથા અનેક ઝાડ ધરાશાયી થયા છે.

અતિભારે વરસાદથી નુકસાની

ગઈકાલે સુરવાડા ગામની મુલાકાત દરમ્યાન પ્રાંત અધિકારી વલસાડ પણ એમની સાથે હાજર રહ્યા હતા,વાંસદા તાલુકાના સિણધઈ ગામમાં ઘણા પરિવારો ઘરવિહોણા થયા છે અને આશરે 250 જેટલા ઘરોને ભારે નુકશાન થવા પામ્યું છે. સાથે અસંખ્ય ઝાડ ધરાશાયી થયા છે તથા ખેતીમાં ડાંગર અને બાગાયતી પાકને અતિભારે નુકસાન થયું છે. ચીખલી તાલુકાના અનેક ગામોમાં પણ ભારે નુકસાન થયેલ છે,કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે કોઝવે પાણીમાં ફરી વળ્યા છે,જેના પરિણામે ખેડૂતોને ખેતરમાં ભારે નુકસાન સહન કરવું પડયું છે,ધરમપુર તાલુકામાં પણ કોઝવે ડુબાણમાં જતા પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અંતરીયાળ વિસ્તારોની અવરજવર પર ગંભીર અસર થઈ છે.

250 જેટલા ઘરોને ભારે નુકસાન

હાલ વહીવટી તંત્ર દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તથા પ્રજાજનોના જીવનને રાબેતા મુજબ સામાન્ય બનાવવા પ્રયત્નશીલ છે, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને મારી આપને વિનંતિ છે કે, વલસાડ લોકસભા મત વિસ્તારમાં અતિભારે વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુકસાનને પગલે તાત્કાલિક યોગ્ય રાહત પેકેજ જાહેર કરી આપશો, જેથી અસરગ્રસ્ત પરિવારોને સમયસર સહાય મળી શકે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0