Valsad જિલ્લામાં નેતા જીતુ ચૌધરીના ઘરે મેળા જેવો માહોલ, સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

વલસાડ જિલ્લાના કપરાડા ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘરે આ વર્ષે પણ મેળા જેવો માહોલ જામ્યો હતો.આ વર્ષે પણ તેમના ઘરે નવા વર્ષના નિમિતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર કપરાડા તાલુકા અને જિલ્લા ભરમાંથી લોકો પધાર્યા હતા. આદિવાસી પરંપરા મહત્વપૂર્ણ છે કે કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે નવા વર્ષને આવકારવાઅને નવા પાકની ખુશીમાં આદિવાસીઓ ઘોર નૃત્ય કરે છે.આ વિસ્તારમાં ઘેરૈયા ટોળકીઓ ગામે ગામ ફરે છે.અને લોકોને માતાજીના આશીર્વાદ આપે છે.ઘેરૈયા ટોળકીને યજમાન પરિવારો ઉત્સાહપૂર્વક આવકારે છે.ત્યારે કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘરે પણ ઘેરૈયા ટોળકીઓ પહોંચી અને પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી. સ્નેહમિલન કાર્યક્રમ આમ વર્ષો જૂની આ પરંપરા આ વખતે પણ યથાવત રહી હતી. જીતુભાઈ ચૌધરીએ પણ આ સાંસ્કૃતિક પરંપરાને બિરદાવી હતી અને પેઢીઓથી ચાલતી આ પરંપરાને યુવા પેઢી પણ ઉત્સાહ પૂર્વક આગળ વધારી રહી છે.દિવાળીના પ્રકાશના મહાપર્વ અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત વલસાડના તિથલ રોડ સરદાર હાઇટ્સના રહીશોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મંત્રીએ સૌનું મોં મીઠું કરાવી દિવાળીના ઉત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી.  

Valsad જિલ્લામાં નેતા જીતુ ચૌધરીના ઘરે મેળા જેવો માહોલ, સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લાના કપરાડા ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘરે આ વર્ષે પણ મેળા જેવો માહોલ જામ્યો હતો.આ વર્ષે પણ તેમના ઘરે નવા વર્ષના નિમિતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર કપરાડા તાલુકા અને જિલ્લા ભરમાંથી લોકો પધાર્યા હતા.

આદિવાસી પરંપરા

મહત્વપૂર્ણ છે કે કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે નવા વર્ષને આવકારવાઅને નવા પાકની ખુશીમાં આદિવાસીઓ ઘોર નૃત્ય કરે છે.આ વિસ્તારમાં ઘેરૈયા ટોળકીઓ ગામે ગામ ફરે છે.અને લોકોને માતાજીના આશીર્વાદ આપે છે.ઘેરૈયા ટોળકીને યજમાન પરિવારો ઉત્સાહપૂર્વક આવકારે છે.ત્યારે કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘરે પણ ઘેરૈયા ટોળકીઓ પહોંચી અને પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી.

સ્નેહમિલન કાર્યક્રમ

આમ વર્ષો જૂની આ પરંપરા આ વખતે પણ યથાવત રહી હતી. જીતુભાઈ ચૌધરીએ પણ આ સાંસ્કૃતિક પરંપરાને બિરદાવી હતી અને પેઢીઓથી ચાલતી આ પરંપરાને યુવા પેઢી પણ ઉત્સાહ પૂર્વક આગળ વધારી રહી છે.દિવાળીના પ્રકાશના મહાપર્વ અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત વલસાડના તિથલ રોડ સરદાર હાઇટ્સના રહીશોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મંત્રીએ સૌનું મોં મીઠું કરાવી દિવાળીના ઉત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી.