Valsadમાં વંદે ભારત ટ્રેનને નડયો અકસ્માત,ટ્રેક પર જ બે પશુના મોત
મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેનનો અકસ્માત ટ્રેન સાથે બે પશુ અથડાતા ટ્રેક પર જ પશુના મોત સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ વલસાડમાં વંદે ભારત ટ્રેનને અકસ્માત નડયો છે,આ અકસ્માત પશુ સાથે થયો છે,પશુ અચાનક ટ્રેક પર આવી જતા તેમના મોત નિપજયા છે.ગતમોડી સાંજે વાપીના બલીઠા નજીક આ ઘટના બની હતી.મુંબઈથી ટ્રેન અમદાવાદ તરફ જઈ રહી તે દરમિયાન આ ઘટના બની હતી,અને આ ઘટનાને વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. ટ્રેનને રાબેતા મૂજબ શરૂ કરાઈ વંદે ભારત ટ્રેનને ફરીથી અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે.વલસાડ જિલ્લામાં વાપી અને વલસાડ વચ્ચે ઉદવાડા સ્ટેશન નજીકથી ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન આ અક્સમાતની ઘટના બની હતી,અકસ્માત થતા રેલવેની ટીમે ઘટના સ્થળે તપાસ હાથધરી હતી,ટ્રેનને થોડા સમય માટે રોકવામાં આવી હતી અને ત્યારબાદ રવાના કરાઈ હતી,અવાર-નવાર વંદે ભારત ટ્રેનને અકસ્માત થતા હોવાના સમાચાર સામે આવ્યા છે. ટ્રેકની આસપાસ વાડ નહી હોવાથી બને છે ઘટના રેલવે ટ્રેકની આસપાસ વાડ નહી હોવાથી પશુઓ ટ્રેક પર આવી ચડતા હોય છે ત્યારે અકસ્માતની ઘટના બનતી હોય છે.વંદે ભારત ટ્રેનને સૌથી વધુ અકસ્માત થતા હોય છે,આ પહેલા પણ વંદે ભારત ટ્રેનનો વલસાડ પાસે અકસ્માત થયો હતો અને તેમાં પણ પશુના મોત થયા હતા.અકસ્માત થતાની સાથે મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા પરંતુ પશુ સાથે અકસ્માત થયો હોવાથી અને ટ્રેન રાબેતા મૂજબ ચાલી હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાંચ મહિના અગાઉ જામનગરમાં પણ થયો હતો અકસ્માત જામનગર રેલવે સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાતા અકસ્માતના પગલે ટ્રેન રોકાતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતાં. સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં અને સહેજમાં મોટી દુઘર્ટના ટળતા રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. થોડી ક્ષણો માટે ટ્રેન રોકાયા બાદ પુન: ઓખા તરફ રવાના થઇ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેનનો અકસ્માત
- ટ્રેન સાથે બે પશુ અથડાતા ટ્રેક પર જ પશુના મોત
- સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
વલસાડમાં વંદે ભારત ટ્રેનને અકસ્માત નડયો છે,આ અકસ્માત પશુ સાથે થયો છે,પશુ અચાનક ટ્રેક પર આવી જતા તેમના મોત નિપજયા છે.ગતમોડી સાંજે વાપીના બલીઠા નજીક આ ઘટના બની હતી.મુંબઈથી ટ્રેન અમદાવાદ તરફ જઈ રહી તે દરમિયાન આ ઘટના બની હતી,અને આ ઘટનાને વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.
ટ્રેનને રાબેતા મૂજબ શરૂ કરાઈ
વંદે ભારત ટ્રેનને ફરીથી અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે.વલસાડ જિલ્લામાં વાપી અને વલસાડ વચ્ચે ઉદવાડા સ્ટેશન નજીકથી ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન આ અક્સમાતની ઘટના બની હતી,અકસ્માત થતા રેલવેની ટીમે ઘટના સ્થળે તપાસ હાથધરી હતી,ટ્રેનને થોડા સમય માટે રોકવામાં આવી હતી અને ત્યારબાદ રવાના કરાઈ હતી,અવાર-નવાર વંદે ભારત ટ્રેનને અકસ્માત થતા હોવાના સમાચાર સામે આવ્યા છે.
ટ્રેકની આસપાસ વાડ નહી હોવાથી બને છે ઘટના
રેલવે ટ્રેકની આસપાસ વાડ નહી હોવાથી પશુઓ ટ્રેક પર આવી ચડતા હોય છે ત્યારે અકસ્માતની ઘટના બનતી હોય છે.વંદે ભારત ટ્રેનને સૌથી વધુ અકસ્માત થતા હોય છે,આ પહેલા પણ વંદે ભારત ટ્રેનનો વલસાડ પાસે અકસ્માત થયો હતો અને તેમાં પણ પશુના મોત થયા હતા.અકસ્માત થતાની સાથે મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા પરંતુ પશુ સાથે અકસ્માત થયો હોવાથી અને ટ્રેન રાબેતા મૂજબ ચાલી હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પાંચ મહિના અગાઉ જામનગરમાં પણ થયો હતો અકસ્માત
જામનગર રેલવે સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાતા અકસ્માતના પગલે ટ્રેન રોકાતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતાં. સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં અને સહેજમાં મોટી દુઘર્ટના ટળતા રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. થોડી ક્ષણો માટે ટ્રેન રોકાયા બાદ પુન: ઓખા તરફ રવાના થઇ હતી.