Valsadમાં દારુ ભરેલી કાર ભગાવી બુટલેગરે નિર્દોષ રિક્ષાચાલકને મોતને ઘાટ ઉતાર્યો

Jun 14, 2025 - 15:30
Valsadમાં દારુ ભરેલી કાર ભગાવી બુટલેગરે નિર્દોષ રિક્ષાચાલકને મોતને ઘાટ ઉતાર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડમાં અકસ્માતની ઘટનાના અહેવાલ સામે આવ્યા છે. શહેરના પારનેરા નજીક સર્જાયેલ અકસ્માતમાં બુટલેગરે નિર્દોષનો જીવ લીધો. બુટલેગર દારુની ખેપ લઈ જતો હતો ત્યારે બીજા વાહન સાથે ભયંકર અથડામણ થઈ. મોડીરાત્રે બનેલ અકસ્માતમાં નિર્દોષ રિક્ષા ચાલકનું મોત નિપજયું. પોલીસે ગણતરીના કલાકોમાં બુટલેગરોને ઝડપી પાડી કાયર્વાહી હાથ ધરી.

સમગ્ર ઘટના CCTVમાં કેદ 

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ વલસાડના પારનેરા નજીકના સર્વિસ રોડ પર અકસ્માતની ઘટના બનાવ પામી. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જેમાં દેખાય છે કે ગતમોડી રાત્રે સર્વિસ રોડ પર એકબાજુ મોટી ટ્રક ઉભી છે. અને પાછળના સર્વિસ રોડ પર પહેલા એક સફેદ કલરના ગાડી પસાર થાય છે. તેમાંથી એક વ્યક્તિ નીચે ઉતરે છે અને થોડી વારમાં જ પૂરપાટ વેગે ઇનોવા ગાડી આવે છે અને અને સામેની કાર સાથે અથડાય છે.

નિદોર્ષ રિક્ષા ચાલકનું અકસ્માતમાં મોત

પારનેરા નજીક સર્વિસ રોડ જતી ઇનોવા કાર એક શિક્ષકની કારને ટક્કર મારી ફરાર થાય છે. આ ઇનોવા કારમાં દારુ ભર્યો હોવાથી વાહનચાલકો બેફામ રીતે ગાડી હંકારી ભાગી જાય છે. અકસ્માત બાદ તેઓ મદદ કરવાના બદલે ઘટનાસ્થળથી ભાગી જાય છે. ઇનાવો કારચાલકે સર્જેલ અકસ્માતમાં એક નિર્દોષનું મોત થાય છે. આ શખ્સ રિક્ષાચાલક છે. રિક્ષાચાલકનું મોત થતા પરિવારે ગુમાવ્યો આધાર. મૃતક રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન કરતો હતો. તેના મોતથી પરિવાર ઘેરા આઘાતમાં છે.

પોલીસે બુટલેગરની કરી અટકાયત

નિર્દોષ વ્યક્તિના મોતને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં ઘટનાના CCTVના આધારે ઇનોવા કાર ચાલકની અટકાયત કરી. દરમિયાન પોલીસને ઇનોવા કારમાંથી દારુ મળી આવતા આ બુટલેગરો હોવાનું પોલીસને જાણ થઈ. પોલીસે દારુ ભરેલી કાર ભગાવી નિર્દોષ વ્યક્તિને મોતને ઘાટ ઉતારનાર બુટલેગરની અટકાયત કરી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0