Valsadના સાંસદ અને લોકસભા દંડક ધવલભાઇ પટેલના હસ્તે નેશનલ સ્પોર્ટસ ડે તથા સાંસદ ખેલ મહોત્સવ પોર્ટલનો શુભારંભ કરાયો

Aug 29, 2025 - 18:00
Valsadના સાંસદ અને લોકસભા દંડક ધવલભાઇ પટેલના હસ્તે નેશનલ સ્પોર્ટસ ડે તથા સાંસદ ખેલ મહોત્સવ પોર્ટલનો શુભારંભ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર વલસાડ દ્વારા મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે નેશનલ સ્પોર્ટસ ડે તથા સાંસદ ખેલ મહોત્સવ પોર્ટલનો વલસાડના લોકસભાના દંડક અને સાંસદ એટલે કે ધવલ પટેલે વલસાડ ખાતે આવેલા સંસ્કાર કેન્દ્રમાં શુભારંભ કર્યો હતો. આ આયોજન દરમિયાન વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઇ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ અને જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનમાં સાંસદ ધવલ પટેલે વલસાડના અન્ડર 19 આંતરાષ્ટ્રીય ક્રિકેટર હેમિલ પટેલ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિલ્વર મેડલ સ્ટ્રેથ લિફટીંગ એન્ડ ઇન્કલાઇન બેંચ પ્રેસ ચેમ્પિયનશિપ 2025 યઝદી ચિનોઇનું સન્માન પણ કર્યુ હતું.

ખેલાડીઓને સ્પોર્ટસ ક્ષેત્રે કારર્કિદી બનાવવા માટેનું એક પ્લેટફોર્મ

ભારત દેશના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીના જન્મદિનને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સ્પોર્ટસ ડે તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે એમ વલસાડ સાંસદ ધવલભાઇ પટેલે જણાવ્યું હતું. સાંસદએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન સ્કૂલ, કોલેજોના વિદ્યાર્થીઓને તેમના ભણતરની સાથોસાથ સ્પોર્ટસને મહત્વ આપ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિદ્યાર્થીઓમાં રહેલી સુષપ્ત શકિતઓને બહાર લાવવા માટે તેમજ રમતગમતને પ્રોત્સાહન આપતા ખેલશે ગુજરાત રમશે ગુજરાત જેવી પ્રતિયોગિતાઓની શરૂઆત કરી હતી. ખેલશે ગુજરાત રમશે ગુજરાતના માધ્યમથી ગુજરાતના વિદ્યાર્થીઓને શાળાકક્ષાએથી જ તેમના ભણતરની સાથોસાથ રમતગમત પ્રત્યે પ્રેરિત કરી તેમનામાં રહેલી શકિતને બહાર લાવવા માટે ગ્રામ્યસ્તરે, તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને રાજયકક્ષાએ જુદી જુદી રમતોની સ્પર્ધાઓનું આયોજન કરીને ખેલાડીઓને સ્પોર્ટસ ક્ષેત્રે કારર્કિદી બનાવવા માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરૂ પાડયું છે.

જુદી જુદી રમતો માટે રજીસ્ટ્રેશન કરવામાં આવશે

સાંસદે જણાવ્યું હતું કે ડાંગના એથલેટિકસ સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિંતની પણ સહાય લઇને વલસાડ અને ડાંગના રમતવીરોને પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવશે. તેમજ સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મેજર ધ્યાનચંદજીના જન્મદિને દેશના સાંસદો પોતાના મતવિસ્તારમાં જુદી જુદી રમતો ઉપરાંત સ્થાનિક રમતોના ખેલાડીઓને પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે સાંસદ ખેલ મહોત્સવ પોર્ટલની દેશમાં આજે એકસાથે શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલમાં એથલેટીકસ, વોલીબોલ, ખોખો, કબડ્ડી, રસ્સાખેંચ, ટેબલટેનીસ, બેડમિન્ટન, સ્વીમીંગ, સ્કેટીંગ, સાયકલિંગ જેવી જુદી જુદી રમતો માટે રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

રજીસ્ટ્રેશન માટેની લીંક જાહેર કરવામાં આવી

આ કાર્યક્રમમાં ફીટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્મા, વલસાડ પ્રાંત અધિકારી વિમલભાઇ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી વળવી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હેમાલીબેન જોશી, જિલ્લાના સ્પોર્ટસ કોચ અલ્કેશભાઇ પટેલ તથા સ્કુલ અને કોલેજોના વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. ભારત સરકાર દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા(વલસાડ- ડાંગ)ના પોર્ટલમાં તા.29મી ઓગસ્ટથી રજીસ્ટ્રેશન કરવામાં આવશે. તા. 22મી સપ્ટેમ્બરથી દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ તા. 25મી ડિસેમ્બર સુશાસન દિવસે સમાપન કરવામાં આવશે. આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન માટેની લીંક:- www.sansadkhelmahotsav.in જાહેર કરવામાં આવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0