Vallabh vidyangar : મંજુરી વિના હેવી વીજ ટાવર ઊભો કરી દેવાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તારાપુર-વાસદ સિક્સલેન હાઇવે ઉપર આવેલી જમીનમાંથી પાવરગ્રીડ કંપની દ્વારા 765 કેવી હેવી વીજ ટાવર મંજુર થયેલા નકશા મુજબ ટાવર ઉભો કરવાના સ્થાને જે ખેડૂતની જમીનમાંથી લાઇન પસાર થતી નથી. તેમ છતા સર્વે નંબર 2663 માં ટાવર ખડકી દેતા ખેડૂત પરિવારની કફોળી સ્થિતિ થઇ છે. નકશાના દસ્તાવેજી પુરાવામાં તારાપુરના સર્વેનંબર 2665 માંથી વીજલાઇન પસાર થાય છે. તેના સ્થાને સર્વે નંબર 2663માં ટાવર ઉભો કરી દેતા કંપનીના અધિકારીઓની ઘોર બેદરકારી છતી થઇ છે.
આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ખેડૂતોની જમીનમાં ગેરકાયદેસર પાવરગ્રીડ કંપની દ્વારા 765 કેવીના હેવી વીજ ટાવર રાતોરાત ઉભા કરી દેતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. ખેડૂતોની જમીનમાં હેવી લાઇન પસાર કરવાની યોજનાથી હજારો ખેડૂતોની કિંમતી જમીન કોડીની થઇ રહી છે. આજે પણ તારાપુર તાલુકાના અનેક ખેડૂતો ખેતી આવક ઉપર ગુજરાન ચલાવી રહ્યા છે. જમીનમાં દરવર્ષે સિઝન મુજબ પાકનું વાવેતર કરી તેમાંથી થતી આવકથી ધરતીપુત્રો તેઓના પરીવારના લગ્ન, બાધા સહિતના સામાજિક પ્રસંગો કરતા હોય છે. ત્યારે તારાપુર-વાસદ સીક્સલેન હાઇવે ઉપર પાવરગ્રીડ સાઉથ ઓલપાડ ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીના અધિકારીઓએ 765 કેવી લાઇન નાંખવા માટે પોતાની મનમાની કરી વીજપોલ જે જમીન માલીકના સર્વે નંબરમાંથી પોલ પસાર થતો ન હોવા છતા અન્ય બાજુના ખેડૂતની જમીનમાં તોતીંગ વીજ ટાવર ઉંભો કરી દેવાનો મામલો સામે આવ્યો છે. આ મુદ્દે કંપનીના વીજ ટાવર ઉભા કરવાના નકશામાં સ્પષ્ટ જણાઇ આવતુ હોવા છતા બેફામ બનેલા કંપનીના અધિકારીઓ પોતાની ભુલ સ્વિકારવાના સ્થાને ખેડૂતને નુકશાન થાય તેવા નિર્ણયો લેતા હોય ધરતીપુત્રોમાં કંપનીના અધિકારીઓ સામે સખ્ત નારાજગી પ્રગટી છે. તારાપુરના રહીશ ખેડૂત ઉજ્વલ બ્રહ્મભટ્ટની મોજે તારાપુર ખાતે આવેલી સર્વે નંબર 2663 (2663/1, 2663/2) વાળી ખેતીલાયક જમીન આવેલી છે. તેઓની જમીનમાં પાવરગ્રીડ કંપનીના આધિકારીઓએ ફક્ત મૌખિક જાણ કરી ખેડૂતને નુકશાન થાય તેવી રીતે 765 કેવી હેવીલાઇનનું ફાઉન્ડેશન ઉભુ કરી દેવામાં આવ્યુ હતું. તદ્ઉપરાંત ગતવર્ષથી ઉજ્વલ બ્રહ્મભટ્ટને ખેતીમાં વ્યાપક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ટાવર ઉભો થયા બાદ ચકાસણી દરમિયાન ચોકાવનારી હકીકત ઉજાગર થઇ છે કે સર્વેનંબર 2665 માં વીજપોલ ઉભો કરવાનો હતો. તેના સ્થાને કંપનીના અધિકારીઓની બેદરકારીથી પોલ સર્વે નંબર 2663 માં ઉભો કરી દેવામાં આવ્યો છે. જેથી ખેડૂતને વ્યાપક નુકશાન થતા રોષ પ્રગટયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

