Vadta: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડતાલની મુલાકાતે, દ્વિશતાબ્દી સમારોહમાં આપી હાજરી
સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થધામ વડતાલ ખાતેથી તારીખ 7 નવેમ્બરથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબા ભર્યો પ્રારંભ થયો છે... જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મહોત્સવમાં હાજરી આપી સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા. દ્વિશતાબ્દી મહોત્સવમાં ભગવાન સ્વામિનરાયણનો વિશ્વ કલ્યાણનો સંદેશો દુનિયાભરમાં પહોંચેએ ભાવના સાથે ભારત સરકારે ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે.. જેનું અનાવરણ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરાયું હતું જેમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કલ્પેશભાઈ પરમાર, સંજયભાઈ મહીડા, રાજેન્દ્રસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભ સ્વામીએ ખૂબ પ્રસન્નતા સાથે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ માત્ર ટપાલ ટિકિટ નથી પણ શિક્ષાપત્રીના જન્મસ્થાનેથી ભગવાન સ્વામિનારાયણે મોકલાવેલ વિશ્વ કલ્યાણનો સંદેશો છે. આ પ્રસંગે મહોત્સવમાં પધારેલા ભક્તોને સંબોધતા મુખ્યમંત્રીએ દેશના પ્રથમ ગૃહમંત્રી પરમ શ્રદ્ધેય સરદાર સાહેબને યાદ કરી એમના દ્વાર કહેલ એક વાત સંદેશા સ્વરૂપે કહી કે જો દરેક વ્યક્તિ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તે તો પોલીસની જરૂર જ ના પડે અને કાયદો વ્યવસ્થા જાળવવી ખૂબ સરળ થઈ જાય તેમ જણાવ્યુ હતુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થધામ વડતાલ ખાતેથી તારીખ 7 નવેમ્બરથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબા ભર્યો પ્રારંભ થયો છે... જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મહોત્સવમાં હાજરી આપી સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા.
દ્વિશતાબ્દી મહોત્સવમાં ભગવાન સ્વામિનરાયણનો વિશ્વ કલ્યાણનો સંદેશો દુનિયાભરમાં પહોંચેએ ભાવના સાથે ભારત સરકારે ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે.. જેનું અનાવરણ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરાયું હતું જેમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કલ્પેશભાઈ પરમાર, સંજયભાઈ મહીડા, રાજેન્દ્રસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભ સ્વામીએ ખૂબ પ્રસન્નતા સાથે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ માત્ર ટપાલ ટિકિટ નથી પણ શિક્ષાપત્રીના જન્મસ્થાનેથી ભગવાન સ્વામિનારાયણે મોકલાવેલ વિશ્વ કલ્યાણનો સંદેશો છે. આ પ્રસંગે મહોત્સવમાં પધારેલા ભક્તોને સંબોધતા મુખ્યમંત્રીએ દેશના પ્રથમ ગૃહમંત્રી પરમ શ્રદ્ધેય સરદાર સાહેબને યાદ કરી એમના દ્વાર કહેલ એક વાત સંદેશા સ્વરૂપે કહી કે જો દરેક વ્યક્તિ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તે તો પોલીસની જરૂર જ ના પડે અને કાયદો વ્યવસ્થા જાળવવી ખૂબ સરળ થઈ જાય તેમ જણાવ્યુ હતુ.