ઝાલાવાડમાં દારૂની-બદી પર પોલીસ 3-સ્થળે ત્રાટકી : 3-શખ્સો પકડાયા,3-વોન્ટેડ

દસાડાના વિસાવડી, સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ અને થાનના મોરથળા રોડ પર દરોડાદારૂ, બિયર, કાર, બાઈક સહિત રૂ. 1.04 લાખની મતા જપ્ત કરાઈ આ દારૂ મોરબીના પુલ નીચેથી વલા મીયાણા પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું ઝાલાવાડમાં દસાડા તાલુકાના વીસાવડી, સુરેન્દ્રનગરના રીવરફ્રન્ટ અને થાનના મોરથળા રોડ પર પોલીસે દારૂની રેડ કરી હતી. જેમાં 3 આરોપીઓ દારૂ, બિયર, મોબાઈલ, બાઈક અને કાર સહિત રૂ. 1,04,800ની મત્તા સાથે પકડાયા છે. જયારે વોન્ટેડ 3 આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે. સુરેન્દ્રનગર એલસીબી ટીમને પેટ્રોલિંગમાં દસાડા તાલુકાના વીસાવડી ગામે રહેતો શકિતસીંહ ઉર્ફે ગટો વિક્રમસીંહ વાઘેલા વીસાવડીના બસ સ્ટેશન પાસ આવેલ બંધ પાણીની ટાંકી ઉપર દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે દારૂની 184 બોટલ કિંમત રૂ.26,400, બીયરની 40 બોટલ કિંમત રૂ. 4 હજાર સહિત કુલ રૂ. 30,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને ઝીંઝુવાડા પોલીસ મથકે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ એમ.કે.વીરજા ચલાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસને રીવરફ્રન્ટ ઉપર સફેદ કલરની અલ્ટો કારમાં દારૂ હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં મયુરનગરમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે નંદીશ ભગવાનજીભાઈ ભાનુશાળીને દારૂની 6 બોટલ કિંમત રૂ. 2400, મોબાઈલ અને 30 હજારની કાર સહિત રૂ. 37,400ની મત્તા સાથે ઝડપી લેવાયો હતો. આ દારૂ મોરબીના પુલ નીચેથી વલા મીયાણા પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ ઉપરાંત થાન-પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન થાન-મોરથળા રોડ પર આવેલ આશાપુરા માતાજીના મંદિર પાસે દારૂના વેચાણની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં થાનની રૂપાવટી ચોકડી પાસે આવેલ સ્વામીનારાયણ પાર્કમાં રહેતો વનરાજસીંહ ભરતસીંહ પરમાર અને મૂળીના વાસાણીપામાં રહેતો હિતેન્દ્રસીંહ બળવંતસીંહ પરમાર વિદેશી દારૂના 20 ચપલા કિંમત રૂપિયા 2 હજાર, રૂ. 10 હજારના 2 મોબાઈલ અને રૂ. 25 હજારના બાઈક સહિત રૂ. 37 હજારની મત્તા સાથે ઝડપાયા હતા. આ દારૂ થાનની દરબારશેરીમાં રહેતા દિવ્યરાજસીંહ રણજીતસીંહ ગોહિલે આપ્યો હોવાનું ખુલતા ત્રણેય સામે થાન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

ઝાલાવાડમાં દારૂની-બદી પર પોલીસ 3-સ્થળે ત્રાટકી : 3-શખ્સો પકડાયા,3-વોન્ટેડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દસાડાના વિસાવડી, સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ અને થાનના મોરથળા રોડ પર દરોડા
  • દારૂ, બિયર, કાર, બાઈક સહિત રૂ. 1.04 લાખની મતા જપ્ત કરાઈ
  • આ દારૂ મોરબીના પુલ નીચેથી વલા મીયાણા પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું

ઝાલાવાડમાં દસાડા તાલુકાના વીસાવડી, સુરેન્દ્રનગરના રીવરફ્રન્ટ અને થાનના મોરથળા રોડ પર પોલીસે દારૂની રેડ કરી હતી.

જેમાં 3 આરોપીઓ દારૂ, બિયર, મોબાઈલ, બાઈક અને કાર સહિત રૂ. 1,04,800ની મત્તા સાથે પકડાયા છે. જયારે વોન્ટેડ 3 આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે.

સુરેન્દ્રનગર એલસીબી ટીમને પેટ્રોલિંગમાં દસાડા તાલુકાના વીસાવડી ગામે રહેતો શકિતસીંહ ઉર્ફે ગટો વિક્રમસીંહ વાઘેલા વીસાવડીના બસ સ્ટેશન પાસ આવેલ બંધ પાણીની ટાંકી ઉપર દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે દારૂની 184 બોટલ કિંમત રૂ.26,400, બીયરની 40 બોટલ કિંમત રૂ. 4 હજાર સહિત કુલ રૂ. 30,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને ઝીંઝુવાડા પોલીસ મથકે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ એમ.કે.વીરજા ચલાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસને રીવરફ્રન્ટ ઉપર સફેદ કલરની અલ્ટો કારમાં દારૂ હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં મયુરનગરમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે નંદીશ ભગવાનજીભાઈ ભાનુશાળીને દારૂની 6 બોટલ કિંમત રૂ. 2400, મોબાઈલ અને 30 હજારની કાર સહિત રૂ. 37,400ની મત્તા સાથે ઝડપી લેવાયો હતો. આ દારૂ મોરબીના પુલ નીચેથી વલા મીયાણા પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

આ ઉપરાંત થાન-પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન થાન-મોરથળા રોડ પર આવેલ આશાપુરા માતાજીના મંદિર પાસે દારૂના વેચાણની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં થાનની રૂપાવટી ચોકડી પાસે આવેલ સ્વામીનારાયણ પાર્કમાં રહેતો વનરાજસીંહ ભરતસીંહ પરમાર અને મૂળીના વાસાણીપામાં રહેતો હિતેન્દ્રસીંહ બળવંતસીંહ પરમાર વિદેશી દારૂના 20 ચપલા કિંમત રૂપિયા 2 હજાર, રૂ. 10 હજારના 2 મોબાઈલ અને રૂ. 25 હજારના બાઈક સહિત રૂ. 37 હજારની મત્તા સાથે ઝડપાયા હતા. આ દારૂ થાનની દરબારશેરીમાં રહેતા દિવ્યરાજસીંહ રણજીતસીંહ ગોહિલે આપ્યો હોવાનું ખુલતા ત્રણેય સામે થાન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.