Vadodra :કલેક્ટર શાહને ખખડાવતા HCએ કહ્યું, રાતોરાત ગાંધીનગર જવું પડે તો જાવ!

ગાંધીનગર જઈ યોગ્ય નિર્ણય કરીને જ કોર્ટમાં રૂબરૂ આવો નહિતર ચાર્જફ્રેમ થશેખેતીની જમીનનો હેતુફેર કરવાના મુદ્દે હાઈકોર્ટના હુકમ પાળવામાં ધાંધિયાનું પરિણામ અરજદાર નવેસરથી અરજી કરશે એટલે દસ જ દિવસમાં તેને એનએની પરમિશન આપી દેવાશે વડોદરાના ખેડૂતોની ખેતીની જમીન બિનખેતી માટે NA કરવામાં વડોદરા કલેકટર તરફ્થી એક યા બીજા કારણોસર કરવામાં આવેલા ધાંધિયા અને ખુદ ગુજરાત હાઇકોર્ટના આ અંગેના સીંગલ જજના હુકમોનો અદાલતી તિરસ્કાર કરવાના મામલે થયેલી પિટિશનની સુનાવણીમાં ખંડપીઠે સામાન્ય માણસોને યેનકેન પ્રકારે હેરાન કરવાના કલેકટર અને કલેકટોરેટ ઓથોરીટીના વલણને લઇ નારાજગી વ્યકત કરી હતી અને કલેકટરનો ઉધડો લઇ નાંખ્યો હતો. હાઇકોર્ટે વડોદરા કલેકટર બી.એ.શાહને સાફ્ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, આ કેસમાં તમારે રાતોરાત ગાંધીનગર જવું પડે કે જે કરવુ પડે તેમ હોય તે કરો પરંતુ યોગ્ય નિર્ણય સાથે કોર્ટમાં રૂબરૂ હાજર થાઓ. અન્યથા અદાલત તમારી વિરુધ્ધમાં ચાર્જફ્રેમ કરશે. વડોદરા કલેકટર બી.એ. શાહ તરફ્થી સરકાર તરફ્થી લેવાયેલ નિર્ણય અને અપાયેલી મંજૂરી અંગે અદાલતને જાણ કરતાં હાઇકોર્ટને હૈયાધારણ આપી હતી કે, અરજદાર નવેસરથી અરજી કરશે એટલે દસ જ દિવસમાં તેને એનએની પરમિશન આપી દેવાશે.ખંડપીઠે કલેકટરનો ઉધડો લેતાં સાફ્ શબ્દોમાં સુણાવ્યું કે, આ પ્રકારે સામાન્ય માણસોને હેરાન કરવાનું બંધ કરો. સામાન્ય માણસોને પોતાના કામ માટે કેમ બિનજરૂરી હેરાન થવુ પડે છે અને છેક હાઇકોર્ટ સુધી લાંબા થવુ પડે છે,અરજદાર જીવરાજભાઇ તુરખીયા તથા અન્ય તરફ્થી કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, અરજદારોએ 2006માં વડોદરાના વેમાલી ગામે 1800 ચો.મી ક્ષેત્રફ્ળ ધરાવતી સંબંધિત જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. રેવન્યુ રેકર્ડ મુજબ, જમીન વર્ષોથી જૂની શરતની જ હતી અને આજદિન સુધી પ્રતિબંધિત સત્તા પ્રકારની ગણાઇ ન હતી. વેમાલીની ટીપી સ્કીમ અમલમાં આવ્યા બાદ 2018માં અજદારપક્ષે બિનખેતીની મંજૂરી માટે એનએની અરજી કરી હતી. જો કે મંજૂરી નહી મળતાં અરજદારે હાઇકોર્ટમાં રિટ કરી હતી, જેમાં બબ્બે વખત હાઇકોર્ટે હુકમ કર્યો કે, અરજદારની એનએની પરમીશન અંગે કાયદાનુસાર નિર્ણય લેવો. સચિવે રાતોરાત બેઠક યોજી નિર્ણય લેવાની ફરજ પડી વડોદરા કલેકટોરેટની લાલિયાવાળીને લઇ હાઈકોર્ટની ખંડપીઠના દાખવેલા ગરમ મિજાજને જોતાં સરકારના સચિવને રાતોરાત બેઠક બોલાવવાની ફરજ પડી હતી અને એક પાનાના તાકીદનો નિર્ણય લઇ કોર્ટના રેકર્ડ પર રજૂ કરી સ્પષ્ટ કર્યુ હતું કે, આ કેસમાં સરકાર તરફ્થી માર્ગદર્શન મળેલ છે અને હાઇકોર્ટે જારી કરેલા સંબંધિત નિર્દેશો મુજબ, અરજદારની પુનઃઅરજી રજૂ થયેથી દસ જ દિવસમાં અત્રેથી બિનખેતીની પરવાનગી આપી દેવામાં આવશે. આ સાંભળી હાઇકોર્ટે બગડી હતી અને સરકારને ઝાટકી હતી કે, નવી અરજી શું કામ..? અરજદારની જૂની અરજી જ પુનઃ જીવિત કરીને તેની પર નિર્ણય લઇ જાણ કરો.

Vadodra :કલેક્ટર શાહને ખખડાવતા HCએ કહ્યું, રાતોરાત ગાંધીનગર જવું પડે તો જાવ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગર જઈ યોગ્ય નિર્ણય કરીને જ કોર્ટમાં રૂબરૂ આવો નહિતર ચાર્જફ્રેમ થશે
  • ખેતીની જમીનનો હેતુફેર કરવાના મુદ્દે હાઈકોર્ટના હુકમ પાળવામાં ધાંધિયાનું પરિણામ
  • અરજદાર નવેસરથી અરજી કરશે એટલે દસ જ દિવસમાં તેને એનએની પરમિશન આપી દેવાશે

વડોદરાના ખેડૂતોની ખેતીની જમીન બિનખેતી માટે NA કરવામાં વડોદરા કલેકટર તરફ્થી એક યા બીજા કારણોસર કરવામાં આવેલા ધાંધિયા અને ખુદ ગુજરાત હાઇકોર્ટના આ અંગેના સીંગલ જજના હુકમોનો અદાલતી તિરસ્કાર કરવાના મામલે થયેલી પિટિશનની સુનાવણીમાં ખંડપીઠે સામાન્ય માણસોને યેનકેન પ્રકારે હેરાન કરવાના કલેકટર અને કલેકટોરેટ ઓથોરીટીના વલણને લઇ નારાજગી વ્યકત કરી હતી અને કલેકટરનો ઉધડો લઇ નાંખ્યો હતો.

હાઇકોર્ટે વડોદરા કલેકટર બી.એ.શાહને સાફ્ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, આ કેસમાં તમારે રાતોરાત ગાંધીનગર જવું પડે કે જે કરવુ પડે તેમ હોય તે કરો પરંતુ યોગ્ય નિર્ણય સાથે કોર્ટમાં રૂબરૂ હાજર થાઓ. અન્યથા અદાલત તમારી વિરુધ્ધમાં ચાર્જફ્રેમ કરશે. વડોદરા કલેકટર બી.એ. શાહ તરફ્થી સરકાર તરફ્થી લેવાયેલ નિર્ણય અને અપાયેલી મંજૂરી અંગે અદાલતને જાણ કરતાં હાઇકોર્ટને હૈયાધારણ આપી હતી કે, અરજદાર નવેસરથી અરજી કરશે એટલે દસ જ દિવસમાં તેને એનએની પરમિશન આપી દેવાશે.ખંડપીઠે કલેકટરનો ઉધડો લેતાં સાફ્ શબ્દોમાં સુણાવ્યું કે, આ પ્રકારે સામાન્ય માણસોને હેરાન કરવાનું બંધ કરો. સામાન્ય માણસોને પોતાના કામ માટે કેમ બિનજરૂરી હેરાન થવુ પડે છે અને છેક હાઇકોર્ટ સુધી લાંબા થવુ પડે છે,

અરજદાર જીવરાજભાઇ તુરખીયા તથા અન્ય તરફ્થી કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, અરજદારોએ 2006માં વડોદરાના વેમાલી ગામે 1800 ચો.મી ક્ષેત્રફ્ળ ધરાવતી સંબંધિત જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. રેવન્યુ રેકર્ડ મુજબ, જમીન વર્ષોથી જૂની શરતની જ હતી અને આજદિન સુધી પ્રતિબંધિત સત્તા પ્રકારની ગણાઇ ન હતી. વેમાલીની ટીપી સ્કીમ અમલમાં આવ્યા બાદ 2018માં અજદારપક્ષે બિનખેતીની મંજૂરી માટે એનએની અરજી કરી હતી. જો કે મંજૂરી નહી મળતાં અરજદારે હાઇકોર્ટમાં રિટ કરી હતી, જેમાં બબ્બે વખત હાઇકોર્ટે હુકમ કર્યો કે, અરજદારની એનએની પરમીશન અંગે કાયદાનુસાર નિર્ણય લેવો.

સચિવે રાતોરાત બેઠક યોજી નિર્ણય લેવાની ફરજ પડી

વડોદરા કલેકટોરેટની લાલિયાવાળીને લઇ હાઈકોર્ટની ખંડપીઠના દાખવેલા ગરમ મિજાજને જોતાં સરકારના સચિવને રાતોરાત બેઠક બોલાવવાની ફરજ પડી હતી અને એક પાનાના તાકીદનો નિર્ણય લઇ કોર્ટના રેકર્ડ પર રજૂ કરી સ્પષ્ટ કર્યુ હતું કે, આ કેસમાં સરકાર તરફ્થી માર્ગદર્શન મળેલ છે અને હાઇકોર્ટે જારી કરેલા સંબંધિત નિર્દેશો મુજબ, અરજદારની પુનઃઅરજી રજૂ થયેથી દસ જ દિવસમાં અત્રેથી બિનખેતીની પરવાનગી આપી દેવામાં આવશે. આ સાંભળી હાઇકોર્ટે બગડી હતી અને સરકારને ઝાટકી હતી કે, નવી અરજી શું કામ..? અરજદારની જૂની અરજી જ પુનઃ જીવિત કરીને તેની પર નિર્ણય લઇ જાણ કરો.