Vadodara:સાવલીના ગોઠડા ગામ પાસે કપચી ભરેલ ડમ્પર પલટયું, ત્રણ દબાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાવલી વડોદરા રોડ પર બહુથા ગામ નજીક કપચી ભરેલ ડમ્પરે ગટરમાં પલટી ખાતા ત્રણ દબાયા હતા સદનસીબે કોઈ જાન હાનિ થવા પામી નથી
હાજરજનો દ્વારા જાણવા મળ્યા મુજબ સાવલી ના ગોઠડા ગામ પાસે સાવલી તરફ થી વડોદરા જતા કપચી ભરેલ ડમ્પરે રોડ ની સાઇડ પરથી સ્લીપ ખાતા પલટી ખાઈ ગઈ હતી પરિણામે ડમ્પરમાં બેસેલા ત્રણ ઈસમો દબાવી ગયા હતા બનાવના પગલે ભારે લોક ટોળા પણ સ્થાનિક ગોઠડા ના સરપંચ અને યુવકો તેમજ તંત્ર અને રાહદારી ઓ દ્વારા બે ને બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે કેબિન માં ફ્સાયેલ એક ઈસમ ને તંત્ર દ્વારા બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણ હાઇડ્રો મશીન જે સી બી સહિત ની મશીનરી કામે લગાવી હતી બનાવના પગલે ધારાસભ્ય કેતન ઇનામદાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તંત્રને મદદ માટે જરૂરી સૂચન અને મદદ માટે જરૂરી સૂચન કર્યા હતા. બનાવના પગલે સાવલી વડોદરા રોડ પર ટ્રાફ્કિ જામ ના દૃશ્યો જોવા મળ્યા હતા, સદનશીબે કોઈ જાન હાનિ થવા પામી નહતી જોકે એક ઈસમ કેબીનમાં પગ ફ્સાઈ જવાને કારણે તેને બહાર કાઢવા માટે જહેમત નો સામનો કરવો પડયો હતો.
What's Your Reaction?






