Vadodaraના શિનોરમાં વિદેશી પાર્સલના નામે રૂ.1.45 લાખની છેતરપિંડી કરનાર સાયબર ઠગ મુંબઈથી ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા ગ્રામ્ય પોલીસની સાયબર ક્રાઇમ અને ટેકનિકલ ટીમને ઓનલાઇન ફ્રોડના ગુનાઓ ડામવા માટે શરૂ કરાયેલા "ઓપરેશન પરાક્રમ" હેઠળ એક મોટી સફળતા મળી છે. વિદેશથી આવેલા પાર્સલને છોડાવવાના બહાને એક નાગરિક સાથે રૂ.1.45 લાખની ઓનલાઇન ઠગાઈ કરનાર સાયબર ફ્રોડસ્ટરને શિનોર પોલીસની ટીમે છેક મુંબઈ જઈને દબોચી લીધો છે.
ગુગલ પે દ્વારા પડાવ્યા હતા નાણાં
સાયબર ગુનેગારોએ ભોગ બનનાર વ્યક્તિને તમારું એક પાર્સલ વિદેશથી આવ્યું છે અને તેમાં ગેરકાયદે સામગ્રી હોવાથી સીઆઈડી (CID) તથા કુરિયર વિભાગે તે અટકાવ્યું છે તેમ કહી ડરાવ્યા હતા. આ નકલી કેસમાંથી બહાર નીકળવા અને પાર્સલ છોડાવવાના બહાને ભેજાબાજોએ ભોગ બનનાર પાસેથી ગુગલ પે (Google Pay) તેમજ અલગ-અલગ બેંક ખાતાઓમાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને કુલ રૂ.1,45,000 પડાવી લીધા હતા. આ અંગે શિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
મુંબઈમાં સર્ચ ઓપરેશન ચલાવી આરોપીને ઝડપ્યો
ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શિનોર પોલીસની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં છેતરપિંડીના તાર મુંબઈ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. શિનોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PI) આર.આર. વસાવા અને તેમની ટીમ તુરંત મુંબઈ રવાના થઈ હતી અને સ્થાનિક કડીઓ જોડીને આરોપી મોહમદનૌસાદ મોહમદજમરૂલ શેખ (રહે. મુંબઈ) ને ઝડપી પાડ્યો હતો. વડોદરા ગ્રામ્ય પોલીસની આ પ્રોએક્ટિવ કામગીરીને પગલે સાયબર ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, તેમજ પોલીસ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતોની પણ પૂછપરછ કરી રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

