Vadodaraના શિનોરમાં કાળજું કંપાવતો હિટ એન્ડ રન, માતાની નજર સામે 4 વર્ષનો માસૂમ 50 ફૂટ દૂર ફંગોળાયો, કરૂણ મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ટીંગલોદ પાટિયા પાસે એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સાધલીથી કરજણ જતા મુખ્ય માર્ગ પર કરજણ તરફના ટ્રેક પર પોતાના માતા સાથે રોડની ધારે ચાલીને જઈ રહેલા 4 વર્ષના માસૂમ બાળક હંસરાજને એક અજાણ્યા બેફામ વાહનચાલકે જોરદાર અડફેટે લીધો હતો. આ ટક્કર એટલી ભયાનક અને માર્ગ અકસ્માત એટલો ત્રાસદાયક હતો કે માસૂમ હંસરાજ હવામાં ફંગોળાઈને અંદાજે 50 ફૂટ દૂર જઈને પટકાયો હતો. ગંભીર રીતે માથાના ભાગે લોહીલુહાણ ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક મોટા ફોફળિયા CHC ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કાળમુખી ઈજાઓના કારણે આ માસૂમ બાળકે દમ તોડી દીધો હતો.
ગરીબ શ્રમિક પરિવાર પર તૂટી પડ્યો આભ
છેલ્લા ત્રણ વર્ષથી ટીંગલોદ ગામમાં રહીને ખેતીકામ કરી પરસેવાની કમાણીથી પરિવારનું ગુજરાન ચલાવતા લાલુ ભીલના પરિવાર પર આ ઘટનાથી જાણે આભ તૂટી પડ્યું છે. માતાની નજર સામે જ રફતારના રાક્ષસે 4 વર્ષના માસૂમ પુત્રનો ભોગ લેતા પરિવારનો આક્રંદ કાળજુ કંપાવી દે તેવો હતો. અકસ્માત સર્જ્યા બાદ નિર્દય વાહનચાલક માનવતા નેવે મૂકીને પોતાનું વાહન કરજણ તરફ હંકારીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. કાળજાના કટકા સમાન માસૂમ હંસરાજના અચાનક કરૂણ મોતથી આખા ટીંગલોદ ગામમાં અરેરાટી સાથે ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.
માસૂમનો ભોગ લેનાર ફરાર કાળમુખો ચાલક ક્યારે ઝડપાશે?
ઘટનાની જાણ થતાં જ શિનોર પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. શિનોર પોલીસે ગુનો નોંધી કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. કરજણ તરફ ભાગેલા કાળમુખા વાહનચાલક અને અજાણ્યા વાહનને શોધી કાઢવા માટે પોલીસે સીસીટીવી કેમેરા અને બાતમીદારોની મદદથી આસપાસના માર્ગો પર સઘન તપાસ અને નાકાબંધી શરૂ કરી દીધી છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, પોતાના સ્વાર્થ માટે 4 વર્ષના માસૂમનો ભોગ લઈ પરિવારનો માળો વિખેરી નાખનાર આ કઠોર અને ફુલસ્પીડમાં વાહન હંકારી ભાગી છૂટેલો ચાલક પોલીસના સિકંજામાં ક્યારે ઝડપાશે?
આ પણ વાંચો : Bhavnagar લઠ્ઠાકાંડમાં સૌથી મોટી સફળતા, 'રોયલ સ્ટેગ'ના નામે ઝેર પીરસનાર હરદીપસિંહ મોરી જેલના સળિયા પાછળ...
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

