Vadodaraના વાઘોડિયા નજીક આજવા રાયણ તલાવડી ગામે દીપડાનો આતંક, પશુપાલકની નજર સામે બે વાછરડીનું કર્યું મારણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના વાઘોડિયા તાલુકામાં આવેલા આજવા રાયણ તલાવડી ગામની સીમમાં ફરી એકવાર દીપડાનો આતંક જોવા મળ્યો છે. અહીં મોડી સાંજે એક દીપડાએ બે પશુઓ પર હુમલો કરીને તેમનું મારણ કરતાં પશુપાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. સાંજના સમયે એક પશુપાલક પોતાના પશુધનને લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક દીપડાએ પશુઓના ટોળા પર હુમલો કરી દીધો હતો.
દીપડાએ બે વાછરડીઓનું કર્યું મારણ
પશુપાલકની નજર સામે જ દીપડાએ બે વાછરડીઓને દબોચી લીધી અને તેમનું મારણ કર્યું હતું. પોતાનું મારણ કર્યા બાદ દીપડો તુરંત જ નજીકની ઝાડીઓમાં ભાગી ગયો હતો. આજવા નજીકના જંગલ વિસ્તારની આસપાસની ઝાડીઓમાં દીપડાના પરિવારનો વસવાટ છે. આ વિસ્તારમાં પશુપાલકોને દીપડો દિવસ દરમિયાન પણ અનેક વખત દેખાઈ આવ્યો છે. થોડા દિવસો પહેલાં જ સમી સાંજે દીપડાનો એક આખો પરિવાર રાયણ તલાવડી પાસે નીકળ્યો હતો.
ખેડૂતો તેમજ પશુપાલકોમાં સુરક્ષા અંગે ચિંતા
જેના ફોટા પણ સ્થાનિક પશુપાલકે પોતાના મોબાઈલમાં ક્લિક કર્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ અગાઉ આજવા ખાતે આવેલા અતાપી વન્ડરલેન્ડમાં પણ એક દીપડો આવી ચડ્યો હતો. જે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આજવા પાસે આવેલી ઝાડીઓમાં દીપડાના પરિવારના વસવાટને કારણે હવે ખેડૂતો તેમજ પશુપાલકોમાં સુરક્ષા અંગે મોટી ચિંતા ફેલાઈ છે અને તેઓ વન વિભાગ પાસે દીપડાને પકડવા માટે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

