Vadodaraના રણોલીમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી રહીશો તોબા, સત્યનારાયણ સોસાયટીના લોકોનું જીવવું હરામ

Oct 25, 2026 - 12:00
Vadodaraના રણોલીમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી રહીશો તોબા, સત્યનારાયણ સોસાયટીના લોકોનું જીવવું હરામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેર નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર રણોલી ખાતેથી એક ગંભીર અને ચિંતાજનક મામલો સામે આવ્યો છે. રણોલીમાં આવેલી સત્યનારાયણ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસહ્ય અને ઝેરી કેમિકલની દુર્ગંધ ફેલાતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ તીવ્ર દુર્ગંધના કારણે સ્થાનિક રહીશો તેમજ નાના બાળકો અને વૃદ્ધોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે, જેને લઈને વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કેમિકલ ભરેલી ગાડીઓ ખાલી કરાતી હોવાનો આક્ષેપ

સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કેટલાક બેજવાબદાર તત્વો દ્વારા રાત્રિના કે વહેલી સવારના સમયે અનધિકૃત રીતે કેમિકલ ભરેલી ગાડીઓ (ટેન્કરો) માંથી રસાયણો ખાલી કરવામાં આવે છે, જેના કારણે આખા વિસ્તારમાં દુર્ગંધ વ્યાપી જાય છે. આ મામલે ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવતા સ્થાનિક સરપંચ પ્રવીણા રોહિત તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે સ્થાનિકોની સમસ્યા સાંભળી હતી અને સમગ્ર સ્થિતિની તાગ મેળવ્યો હતો.

તંત્ર પાસે તાત્કાલિક તપાસ અને કડક કાયદાકીય કાર્યવાહીની ઉગ્ર માંગ

આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રણોલીના રહીશોએ જીપીસીબી (GPCB) અને સ્થાનિક પોલીસ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવાની માંગ કરી છે. લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે પર્યાવરણ અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કેમિકલ માફિયાઓ અને જવાબદારો સામે વહેલી તકે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય.

આ પણ વાંચો : Suratના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં કરુણાંતિકા, પૂરપાટ ઝડપે આવતી કારની અડફેટે અઢી વર્ષના માસૂમ બાળકનું મોત!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0