Vadodaraના ડેસરમાં વાતાવરણમાં એકાએક પલટો, મિની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ

Oct 25, 2025 - 19:00
Vadodaraના ડેસરમાં વાતાવરણમાં એકાએક પલટો, મિની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં આજે બપોર બાદ હવામાનમાં એકાએક મોટો પલટો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પ્રવર્તી રહેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ ડેસર તાલુકાના કેટલાક વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. વરસાદની શરૂઆત થતાં પહેલાં આકાશમાં કાળા ડિબાંગ જેવા વાદળો ચડી આવ્યા હતા. આ સાથે જ ભારે પવન ફૂંકાવવા લાગ્યો હતો. જેના કારણે માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી.

ડેસરના ઉદલપુરમાં ધોધમાર વરસાદ

ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી ઘટી જતાં હાઈવે અને માર્ગો પરના વાહનચાલકો ભારે પરેશાન થયા હતા. ખાસ કરીને મોટરસાયકલ ચાલકોને ધૂળના કારણે સાઈડમાં ઊભા રહેવાની ફરજ પડી હતી. થોડા સમયના વાવાઝોડા બાદ ડેસર તાલુકાના ઉદલપુર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને કારણે ગરમીમાં પરસેવે રેબઝેબ થયેલા તાલુકાવાસીઓને ઠંડકનો અહેસાસ થયો હતો અને ઉકળાટમાંથી રાહત મળી હતી.

અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી

કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પોતાના પાકને નુકસાન થવાની ચિંતા પણ જોવા મળી હતી. જોકે ગરમીમાંથી રાહત મળતા સ્થાનિક લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. હવામાન વિભાગની આગાહીના પગલે હવે આગામી દિવસોમાં પણ વાતાવરણ આવો જ મિજાજ જાળવી રાખે તેવી સંભાવના છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0