Vadodara:CISFની 15 મહિલા કર્મીઓ ટ્રેનિંગ લેવા માટે MP જશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
CISF બળમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટેની એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ, કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા બળ દ્વારા પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો ટીમને મુખ્ય અભિયાનોમાં સામેલ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
મધ્યપ્રદેશના બરવાહ સ્થિત પ્રાદેશિક તાલીમ કેન્દ્ર (RTC) ખાતે મહિલા કમાન્ડોની તાલીમ શરૂ થઈ ગઈ છે. આ 8 અઠવાડિયાનો ઍડવાન્સ્ડ કમાન્ડો કોર્સ ઉચ્ચ સુરક્ષા સંસ્થાઓ અને પ્લાન્ટ્સમાં ક્વિક રિએક્શન ટીમ (QRT) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ફરજો માટે મહિલા કર્મચારીઓને તૈયાર કરશે. પ્રશિક્ષણ કાર્યક્રમમાં શારીરિક અને હથિયાર તાલીમ, તણાવમાં લાઇવ-ફાયર અભ્યાસ, શારીરિક તાલીમમાં સહનશક્તિ વધારવા માટે દોડ, બાધા દોડ, રેપલિંગ, ફિસલણી, જંગલોમાં જીવંત રહેવા માટેના અભ્યાસ અને પ્રતિકૂલ પરિસ્થિતિઓમાં નિર્ણય લેવાનું તથા ટીમ વર્કનું પરીક્ષણ કરવા માટે ડિઝાઇન કરાયેલ 48 કલાકનું આત્મવિશ્વાસ નિર્માણ અભ્યાસ પણ શામેલ છે.
30 મહિલાઓનું પ્રથમ બેચ જે હાલ વિવિધ ઍરપોર્ટ પર તૈનાત છે. જે 11 ઓગસ્ટ થી 4 ઓક્ટોબર,2025 સુધી તાલીમ પ્રાપ્ત કરશે, અને ત્યારબાદ 6 ઓક્ટોબર થી 29 નવેમ્બર, 2025 સુધી બીજુ બેચ તાલીમ કરશે. તેમના પ્રારંભિક તબક્કામાં, વિવિધ વિમાન સુરક્ષા જૂથો (ASG) અને સંવેદનશીલ CISF યુનિટોની ઓછામાં ઓછા 100 મહિલાઓ આ કાર્યક્રમ પૂર્ણ કરશે.
આગામી સમયમાં વડોદરા ઍરપોર્ટ પર ફરજ બજાવતી 15 મહિલા CISF કર્મીઓ આ ટ્રેનિંગમાં ભાગ લેવા માટે જશે.
What's Your Reaction?






