Vadodara હરણી બોટકાંડને લઈ આજે પીડિત પરિવાર હાઈકોર્ટમાં વળતરની કરશે માગ

વડોદરા હરણી બોટકાંડ દુર્ઘટના મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથધરાશે.પીડિત પરિવારોએ રૂપિયા 5 કરોડના વળતરની માગ કરી છે સાથે સાથે ગુજરાત હાઈકોર્ટ પણ વળતર અંગે નિર્ણય લઈ શકે છે,બોટકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષકોના થયા હતા મોત.પ્રાંત અધિકારી કોર્ટ સમક્ષ સોગંદનામાં સાથે રિપોર્ટ કરશે. હરણી બોટ કેસમાં મોટો નિર્ણય વળતરની રકમ જેમના પર આરોપ છે તેવા કોટિયા પ્રોજેક્ટના માલિકોને ચૂકવવામાં આદેશ કરાયો છે. તેમજ હાઇકોર્ટે આ માટે વડોદરા કલેક્ટરને હરણી બોટ કાંડનો ભોગ બનેલા પીડિતોની તમામ વિગતો રજુ કરવા આદેશ કરાયો હતો. મોટર વ્હિકલ એક્ટ હેઠળ પરિવારજનોને વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં પીડિતોની વિગત મળ્યા બાદ વળતરની રકમ કલેક્ટર દ્વારા નક્કી કરવામાં આવશે. તેમજ આગામી સુનાવણી 8 આઠવીડિયા બાદ હાથ ધરવામાં આવશે.પીડીતોને મોટર વ્હીકલ એક્ટ મુજબ વળતરની ગણતરી કરવાની રહેશે આ બાબતે પીડિતોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં પોતાની રજૂઆત કરવાની રહેશે અને સત્તા મંડળ દ્વારા વકીલ મારફતે નિયુક્ત અધિકારી સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે 13 સભ્યોની બનાવી હતી કમિટી વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેંચ સમક્ષ સુઓમોટો પિટિશન ઉપર વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પર્યટન પ્રવૃત્તિ વધી છે. સરકારે 19 ફેબ્રુઆરીએ ઠરાવ કરીને લોકોની સલામતી માટે એક હાઇ લેવલ કમિટીની રચના કરી હતી. જે ઈનલેન્ડ વોટર બોડીઝમાં બોટિંગ સહિતની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે લીગલ ફ્રેમવર્ક, સર્ટિફિકેટ આપવાના નિયમો અને નિયમોના અમલીકરણ કરવા ઉપર કાર્ય કરશે. એકને ટર્મિનેટ અને એક અધિકારીને સસ્પેન્ડ કરાયો હતો બોટકાંડમાં ફ્યુચરએસ્ટિક સેલના એડિશનલ આસીટન્ટને ટર્મિનેટ કર્યો હતો. મિતેશ માળીને ટર્મિનેટ કરાયા છે. ઉત્તરઝોન વોર્ડ-3ના એડિશનલ એન્જિનિયર જીગ સચારિયાને સસ્પેન્ડ કરાયા. મ્યુનિસિપલ કમિશનરે 6 અધિકારીને નોટિસ પાઠવી હતી. જેમાં 7 દિવસમાં ખુલાસો માંગ્યો હતો. જાણો સમગ્ર દુર્ઘટનાનો કેસ શું હતો વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવ આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તેમજ બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  

Vadodara હરણી બોટકાંડને લઈ આજે પીડિત પરિવાર હાઈકોર્ટમાં વળતરની કરશે માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા હરણી બોટકાંડ દુર્ઘટના મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથધરાશે.પીડિત પરિવારોએ રૂપિયા 5 કરોડના વળતરની માગ કરી છે સાથે સાથે ગુજરાત હાઈકોર્ટ પણ વળતર અંગે નિર્ણય લઈ શકે છે,બોટકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષકોના થયા હતા મોત.પ્રાંત અધિકારી કોર્ટ સમક્ષ સોગંદનામાં સાથે રિપોર્ટ કરશે.

હરણી બોટ કેસમાં મોટો નિર્ણય

વળતરની રકમ જેમના પર આરોપ છે તેવા કોટિયા પ્રોજેક્ટના માલિકોને ચૂકવવામાં આદેશ કરાયો છે. તેમજ હાઇકોર્ટે આ માટે વડોદરા કલેક્ટરને હરણી બોટ કાંડનો ભોગ બનેલા પીડિતોની તમામ વિગતો રજુ કરવા આદેશ કરાયો હતો. મોટર વ્હિકલ એક્ટ હેઠળ પરિવારજનોને વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં પીડિતોની વિગત મળ્યા બાદ વળતરની રકમ કલેક્ટર દ્વારા નક્કી કરવામાં આવશે. તેમજ આગામી સુનાવણી 8 આઠવીડિયા બાદ હાથ ધરવામાં આવશે.પીડીતોને મોટર વ્હીકલ એક્ટ મુજબ વળતરની ગણતરી કરવાની રહેશે આ બાબતે પીડિતોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં પોતાની રજૂઆત કરવાની રહેશે અને સત્તા મંડળ દ્વારા વકીલ મારફતે નિયુક્ત અધિકારી સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે

13 સભ્યોની બનાવી હતી કમિટી

વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેંચ સમક્ષ સુઓમોટો પિટિશન ઉપર વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પર્યટન પ્રવૃત્તિ વધી છે. સરકારે 19 ફેબ્રુઆરીએ ઠરાવ કરીને લોકોની સલામતી માટે એક હાઇ લેવલ કમિટીની રચના કરી હતી. જે ઈનલેન્ડ વોટર બોડીઝમાં બોટિંગ સહિતની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે લીગલ ફ્રેમવર્ક, સર્ટિફિકેટ આપવાના નિયમો અને નિયમોના અમલીકરણ કરવા ઉપર કાર્ય કરશે.

એકને ટર્મિનેટ અને એક અધિકારીને સસ્પેન્ડ કરાયો હતો

બોટકાંડમાં ફ્યુચરએસ્ટિક સેલના એડિશનલ આસીટન્ટને ટર્મિનેટ કર્યો હતો. મિતેશ માળીને ટર્મિનેટ કરાયા છે. ઉત્તરઝોન વોર્ડ-3ના એડિશનલ એન્જિનિયર જીગ સચારિયાને સસ્પેન્ડ કરાયા. મ્યુનિસિપલ કમિશનરે 6 અધિકારીને નોટિસ પાઠવી હતી. જેમાં 7 દિવસમાં ખુલાસો માંગ્યો હતો.

જાણો સમગ્ર દુર્ઘટનાનો કેસ શું હતો

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવ આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તેમજ બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.