Vadodara: સ્થાનિકોએ ધારાસભ્ય મનીષા વકીલનો ઉધડો લીધો, જુઓ Video

હરણી વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા મનીષા વકીલ આજદીન સુધી સ્થાનિક કોર્પોરેટર ફરક્યા નથી: સ્થાનિક આજે પણ સ્થાનિક કોર્પોરેટર ના જોવા મળ્યા: સ્થાનિક છેલ્લા ત્રણ દિવસથી વડોદરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વિશ્વામિત્રી નદીનું પાણી પ્રવેશ્યું હતું. જેને લઈને એક-એક માળ સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકોને બહાર નીકળવા માટે કોઈ માર્ગ બચ્યો ન હતો. સતત ત્રણ દિવસ સુધી ઘરમાં પૂરાઈ રહેવાનો વારો આવ્યો હતો. ત્રણ દિવસથી જમાવાનું કે કોઈ વ્યવસ્થા ન હતી. ભૂખ્યા અને તરસ્યા ઘરમાં પૂરાઈ રહેવું પડ્યું હતું. જેને લઈને સ્થાનિકો ગુસ્સે થયા હતા. એવામાં વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ સ્થાનિકોની મુલાકાત લેવા પહોંચ્યા હતા. જેને લઈને સ્થાનિકો ગુસ્સે ભરાયા હતા. અને ત્રણ દિવસ સુધી જોવા આવ્યા નથી અને હવે પાણી ઓસરી ગયા પછી જોવા આવો છો એમ કહીને “ભાજપ હાય.. હાય..” ના નારા લગાવ્યા હતા. જેને લઈને મનીષા વકીલે ચાલતી પકડી હતી. ભાજપના બે ધારાસભ્યોને ભગાડ્યા વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે જ્યારે વડોદરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ સ્થાનિકો વચ્ચે પહોંચ્યા ત્યારે લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો. ધારાસભ્યને જોઈને લોકોએ બે હાથ જોડીને, જયશ્રી રામ અહીંયાથી જાવ, પાણી ઉતરી ગયા પછી આવવાની જરૂર નથી, તેવો હૂરિયો બોલાવ્યો હતો. શહેરમાં છેલ્લા 3 દિવસથી હજુ પૂરના પાણી ઉતર્યા નથી. હાલત એટલી ગંભીર છે કે લોકોને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મળી રહી છે. વડોદરામાં હજું પણ આખી સોસાયટીઓ અને ફ્લેટમાં પાણી છે. લોકોના ઘર, દુકાન, રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. પરંતુ વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થયો છે. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ અનેક નેતાઓ લોકોના ખબરઅંતર પૂછવા નીકળ્યા છે, પરંતુ પૂરની સ્થિતિને લઈને સ્થાનિક લોકોમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે, તેનો ભાગ ગુજરાત વિધાનસભાના દંડક અને MLA બાળકૃષ્ણ શુક્લ બન્યા છે અને લોકોએ તેમને રીતસરના ભગાડ્યા છે.

Vadodara: સ્થાનિકોએ ધારાસભ્ય મનીષા વકીલનો ઉધડો લીધો, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હરણી વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા મનીષા વકીલ
  • આજદીન સુધી સ્થાનિક કોર્પોરેટર ફરક્યા નથી: સ્થાનિક
  • આજે પણ સ્થાનિક કોર્પોરેટર ના જોવા મળ્યા: સ્થાનિક

છેલ્લા ત્રણ દિવસથી વડોદરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વિશ્વામિત્રી નદીનું પાણી પ્રવેશ્યું હતું. જેને લઈને એક-એક માળ સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકોને બહાર નીકળવા માટે કોઈ માર્ગ બચ્યો ન હતો.

સતત ત્રણ દિવસ સુધી ઘરમાં પૂરાઈ રહેવાનો વારો આવ્યો હતો. ત્રણ દિવસથી જમાવાનું કે કોઈ વ્યવસ્થા ન હતી. ભૂખ્યા અને તરસ્યા ઘરમાં પૂરાઈ રહેવું પડ્યું હતું. જેને લઈને સ્થાનિકો ગુસ્સે થયા હતા. એવામાં વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ સ્થાનિકોની મુલાકાત લેવા પહોંચ્યા હતા. જેને લઈને સ્થાનિકો ગુસ્સે ભરાયા હતા. અને ત્રણ દિવસ સુધી જોવા આવ્યા નથી અને હવે પાણી ઓસરી ગયા પછી જોવા આવો છો એમ કહીને “ભાજપ હાય.. હાય..” ના નારા લગાવ્યા હતા. જેને લઈને મનીષા વકીલે ચાલતી પકડી હતી.

ભાજપના બે ધારાસભ્યોને ભગાડ્યા

વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે જ્યારે વડોદરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ સ્થાનિકો વચ્ચે પહોંચ્યા ત્યારે લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો. ધારાસભ્યને જોઈને લોકોએ બે હાથ જોડીને, જયશ્રી રામ અહીંયાથી જાવ, પાણી ઉતરી ગયા પછી આવવાની જરૂર નથી, તેવો હૂરિયો બોલાવ્યો હતો. શહેરમાં છેલ્લા 3 દિવસથી હજુ પૂરના પાણી ઉતર્યા નથી. હાલત એટલી ગંભીર છે કે લોકોને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મળી રહી છે. વડોદરામાં હજું પણ આખી સોસાયટીઓ અને ફ્લેટમાં પાણી છે. લોકોના ઘર, દુકાન, રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. પરંતુ વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થયો છે. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ અનેક નેતાઓ લોકોના ખબરઅંતર પૂછવા નીકળ્યા છે, પરંતુ પૂરની સ્થિતિને લઈને સ્થાનિક લોકોમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે, તેનો ભાગ ગુજરાત વિધાનસભાના દંડક અને MLA બાળકૃષ્ણ શુક્લ બન્યા છે અને લોકોએ તેમને રીતસરના ભગાડ્યા છે.