Surat: બ્રિટેનનો હત્યાનો આરોપી સુરતની જેલમાં કાપશે સજા, જાણો સમગ્ર મામલો
યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુકેમાં આડેધડ ચપ્પુના ઘા મારી મંગેતરને રહેંસી નાખી હતી. સમગ્ર મામલે બ્રિટનમાં મંગેતરની હત્યા કરનારો કેદીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે.મળતી માહિતી મુજબ, 2020માં આરોપી જીગુ સોરઠીએ આડેધડ ચપ્પુના ઘા મારી મંગેતરને રહેંસી નાખી હતી. હત્યારાએ 21 વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતા પૂર્વક હત્યા કરી હતી. જેને લઇ યુકેની લેસ્ટર કોર્ટે આજીનવ કેદની સજા ફટકારી હતી. આરોપીના પરિવારે ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માગી હતી. 4 વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ સુરત જેલ લવાયો છે.વર્ષ 2020માં 23 વર્ષીય જીગુ કુમાર સોરઠીએ 21 વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતા પૂર્વક હત્યા કરી હતી. સમગ્ર મામલે યુકેની લેસ્ટર કોર્ટે હત્યારાને અતિ ક્રૂર જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી. સપ્ટેમ્બર 2020માં યુકેની કોર્ટે આરોપી જીગુને આજીવન એટલે કે 28 વર્ષની સજા સંભળાવી હતી. પરિવારે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ પરિવારે આરોપીની ભારત જેલ ટ્રાન્સફર ની મંજુરી માંગી હતી. ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ બાકીની સુરતની લાજપોર જેલમાં સજા ભોગવશે. બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઇ યુકેથી દિલ્હી એરપોર્ટ પરથી અને સુરત પોલીસને સોંપ્યો છે. દિલ્હી એરપોર્ટ પર કેદીના આપ લેને વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરાયું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુકેમાં આડેધડ ચપ્પુના ઘા મારી મંગેતરને રહેંસી નાખી હતી. સમગ્ર મામલે બ્રિટનમાં મંગેતરની હત્યા કરનારો કેદીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે.
મળતી માહિતી મુજબ, 2020માં આરોપી જીગુ સોરઠીએ આડેધડ ચપ્પુના ઘા મારી મંગેતરને રહેંસી નાખી હતી. હત્યારાએ 21 વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતા પૂર્વક હત્યા કરી હતી. જેને લઇ યુકેની લેસ્ટર કોર્ટે આજીનવ કેદની સજા ફટકારી હતી. આરોપીના પરિવારે ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માગી હતી. 4 વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ સુરત જેલ લવાયો છે.
વર્ષ 2020માં 23 વર્ષીય જીગુ કુમાર સોરઠીએ 21 વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતા પૂર્વક હત્યા કરી હતી. સમગ્ર મામલે યુકેની લેસ્ટર કોર્ટે હત્યારાને અતિ ક્રૂર જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી. સપ્ટેમ્બર 2020માં યુકેની કોર્ટે આરોપી જીગુને આજીવન એટલે કે 28 વર્ષની સજા સંભળાવી હતી. પરિવારે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ પરિવારે આરોપીની ભારત જેલ ટ્રાન્સફર ની મંજુરી માંગી હતી. ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ બાકીની સુરતની લાજપોર જેલમાં સજા ભોગવશે. બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઇ યુકેથી દિલ્હી એરપોર્ટ પરથી અને સુરત પોલીસને સોંપ્યો છે. દિલ્હી એરપોર્ટ પર કેદીના આપ લેને વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરાયું હતું.