Vadodara: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું બેજવાબદારી ભર્યું નિવેદન! ‘ભારે વરસાદ સાથે જીવતા શીખો’
વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ ભારે વરસાદને લઈને નિવેદન આપ્યું હતું. મિસ્ત્રીએ કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જના કારણે વરસાદ પડતો હોય છે નાગરિકોએ તંત્ર પર આક્ષેપ મૂકવાને બદલે તૈયારી રાખવી પડશે. સુરક્ષિત રહેવા માટે એક ટ્યુબ રાખવી પડશે: મિસ્ત્રી VMCના સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનએ કહ્યું કે, લોકોએ પોતાને સુરક્ષિત રાખવા ઘરમાં એક ટ્યુબ રાખવી જોઈએ. મોટી સોસાયટીઓમાં એક તરાપો અને દોરડા રાખવા પડશે. પ્રોજેક્ટ તૈયાર ના થાય ત્યાં સુધી ભારે વરસાદ જોડે રહેતા નાગરિકોએ શીખવું પડશે. પૂરની પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ માટે જે પણ ખર્ચ થાય તે આપવાની તૈયારી દર્શાવી છે. કોર્પોરેશનના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનું નિવેદન શ્રીવાસ્તવએ નિવેદન આપતા જણાવ્યું કે, જો લોકોએ જ ઘરમાં ટ્યુબ તરાપા અને દોરડા રાખવા પડે તો ટેક્સ શું કામ ભરવાનો. ચેરમેન જે પદ ઉપર બેઠા છે તે પદ ઉપરથી આવું નિવેદન આપવું ના જોઈએ. આવા જ નિવેદનો ટાળી જવાબદારી સ્વીકાર કરવી જોઈએ. વડોદરામાં ભારે વરસાદને લઈને શહેરમાં પૂર આવ્યું હતું અને વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. તેને લઈને ત્રણ-ત્રણ દિવસ સુધી લોકોને ઘરમાં પૂરાઈ રહેવાની ફરજ પડી હતી અને ભૂખ્યા, તરસ્યા ઘરમાં રહેવાનો સમય આવ્યો હતો. જેને લઈને વડોદરાના નગરજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને ઘણાં દિવસો સુધી પાણી ઓસર્યા ન હતા અને લોકોને કાદવ-કિચડમાં રહેવાનો વારો આવ્યો હતો. જેને લઈને ભવિષ્યમાં આવું ના થાય તે માટે સરકાર દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ પ્રોજેક્ટ પૂરો ના થાય ત્યાં સુધી ભારે વરસાદમાં જીવતા શીખવાનું કહેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે તેવું વિપક્ષના નેતાએ શાબ્દિક પ્રહાર કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ ભારે વરસાદને લઈને નિવેદન આપ્યું હતું. મિસ્ત્રીએ કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જના કારણે વરસાદ પડતો હોય છે નાગરિકોએ તંત્ર પર આક્ષેપ મૂકવાને બદલે તૈયારી રાખવી પડશે.
સુરક્ષિત રહેવા માટે એક ટ્યુબ રાખવી પડશે: મિસ્ત્રી
VMCના સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનએ કહ્યું કે, લોકોએ પોતાને સુરક્ષિત રાખવા ઘરમાં એક ટ્યુબ રાખવી જોઈએ. મોટી સોસાયટીઓમાં એક તરાપો અને દોરડા રાખવા પડશે. પ્રોજેક્ટ તૈયાર ના થાય ત્યાં સુધી ભારે વરસાદ જોડે રહેતા નાગરિકોએ શીખવું પડશે. પૂરની પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ માટે જે પણ ખર્ચ થાય તે આપવાની તૈયારી દર્શાવી છે.
કોર્પોરેશનના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનું નિવેદન
શ્રીવાસ્તવએ નિવેદન આપતા જણાવ્યું કે, જો લોકોએ જ ઘરમાં ટ્યુબ તરાપા અને દોરડા રાખવા પડે તો ટેક્સ શું કામ ભરવાનો. ચેરમેન જે પદ ઉપર બેઠા છે તે પદ ઉપરથી આવું નિવેદન આપવું ના જોઈએ. આવા જ નિવેદનો ટાળી જવાબદારી સ્વીકાર કરવી જોઈએ.
વડોદરામાં ભારે વરસાદને લઈને શહેરમાં પૂર આવ્યું હતું અને વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. તેને લઈને ત્રણ-ત્રણ દિવસ સુધી લોકોને ઘરમાં પૂરાઈ રહેવાની ફરજ પડી હતી અને ભૂખ્યા, તરસ્યા ઘરમાં રહેવાનો સમય આવ્યો હતો. જેને લઈને વડોદરાના નગરજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને ઘણાં દિવસો સુધી પાણી ઓસર્યા ન હતા અને લોકોને કાદવ-કિચડમાં રહેવાનો વારો આવ્યો હતો. જેને લઈને ભવિષ્યમાં આવું ના થાય તે માટે સરકાર દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ પ્રોજેક્ટ પૂરો ના થાય ત્યાં સુધી ભારે વરસાદમાં જીવતા શીખવાનું કહેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે તેવું વિપક્ષના નેતાએ શાબ્દિક પ્રહાર કર્યો હતો.