Vadodara શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, સ્થાનિકોમાં આનંદનો માહોલ

Jul 26, 2025 - 20:00
Vadodara શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, સ્થાનિકોમાં આનંદનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જ્યારે આજે લાંબા સમયબાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોઈ વડોદરાવાસીઓનો આનંદ છલકાઈ ઉઠ્યો છે. ઘણા સમયથી વરસાદની રાહ જોતા સ્થાનિકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ગતિએ વરસાદ વરસતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અચાનક શરૂ થયેલા વરસાદથી વાહનચાલકો ભીંજાયા

વાતાવરણમાં ઠંડક અનુભવાતા લાકોને ગરમીથી રાહત મળી હતી. અચાનક સાંજના સમયે વરસાદનું આગમન થતા લોકો ઝુમવા લાગ્યા હતા. દાંડિયા બજાર, રાવપુરા, ફતેગંજ અને માંજલપુર જેવા શહેરના મુખ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. અચાનક શરૂ થયેલા વરસાદથી વાહનચાલકો ભીંજાયા હતા પરંતુ તેઓ વરસાદમાં ભીંજાઈને વરસાદની મજા માણતા નજરે પડ્યા હતા.

વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા

જોકે વરસાદી પાણીની આવક થતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉદભવી હતી. આ સમસ્યાનું નિવારણ પાલિકા દ્વારા કરાયેલી પ્રિમોન્સુન કામગીરીથી આવી ગયુ હતું. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં ખેડૂતો અને સામાન્ય જનતામાં અતિ ભારે આનંદનો માહોલ જોવા મળ્યો હતો. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0