Vadodara: વિશ્વામિત્રી નદી પરના દબાણો તોડવામાં આવશે: ભાજપ પ્રમુખ

વડોદરા ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ દ્વારા વિશ્વામિત્રી નદી પરના દબાણો મામલે નિવેદન આપવામાં આવ્યું હતું. ડૉ. વિજય શાહે કહ્યું કે, ભાજપ પ્રમુખ તરીકે હું ભારપૂર્વક દબાણો તોડવાની બાંહેધરી આપું છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, પાલિકાના મેયર અને સત્તાધીશો તમામ ગેરકાયદે દબાણ તોડવા કટિબદ્ધ છે. મીડિયા કાયમ જે દબાણોના નામ લે છે તે તમામ દબાણ પહેલા તૂટશે. આડકતરી રીતે અગોરા મોલ અને સયાજી હોટેલ તરફ ઈશારો કર્યો હતો. વડોદરાના નાગરિકોમાં આક્રોશને પગલે નિર્ણય પૂરથી થયેલા ભારે નુકસાનથી શહેરીજનોમાં આક્રોશ ફેલાયો છે. તેવામાં ભૂખી કાંસ અને નદી પર થયેલા દબાણો હટાવવા માગ ઉઠી છે. શહેરના નિઝામપુરા અને એલ એન્ડ ટી સર્કલ નજીક લાગેલા હોર્ડિંગ્સ પર ભૂખી ડાયવર્ઝન યોજનાનો ત્વરીત અમલ કરવા માગ કરાઈ છે. શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિ દ્વારા શહેરમાં એલએન્ડટી સર્કલ અને નિઝામપુરામાં હોર્ડિંગ્સ લગાવી જણાવ્યું છે કે કહ્યું છે કે વિશ્વામિત્રી નદીના દબાણો દૂર કરો. ઉત્તર ઝોનની જનતાનો એક જ સૂર કે કાંસને દબાણોથી દૂર રાખો. વિશ્વામિત્રી નદીના વહેણ વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરવા જોઈએ. સર સયાજીરાવ ગાયકવાડના સમયની વિશ્વામિત્રી નદીને મૂળ સ્વરૂપમાં સંસ્કારી નગરીને પાછી આપો. હોર્ડિંગ્સમાં જણાવાયું છે કે વિશ્વામિત્રી નદીમાં ગટરના છોડતાં પાણી બંધ કરવામાં આવે. ભૂખી કાંસ પરના બાંધકામો દૂર કરો. શહેરની ભૂખી કાંસને મૂળ સ્વરૂપમાં પહોળી - ખુલ્લી રાખો. તદુપરાંત ભૂખી કાંસનું ઉપરવાસનું પાણી શહેરમાં આવતું અટકાવવા માટે “ભૂખી ડાયવર્ઝન યોજના’’નો ત્વરીત અમલ કરવા માગ કરાઈ છે.

Vadodara: વિશ્વામિત્રી નદી પરના દબાણો તોડવામાં આવશે: ભાજપ પ્રમુખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ દ્વારા વિશ્વામિત્રી નદી પરના દબાણો મામલે નિવેદન આપવામાં આવ્યું હતું.

ડૉ. વિજય શાહે કહ્યું કે, ભાજપ પ્રમુખ તરીકે હું ભારપૂર્વક દબાણો તોડવાની બાંહેધરી આપું છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, પાલિકાના મેયર અને સત્તાધીશો તમામ ગેરકાયદે દબાણ તોડવા કટિબદ્ધ છે. મીડિયા કાયમ જે દબાણોના નામ લે છે તે તમામ દબાણ પહેલા તૂટશે. આડકતરી રીતે અગોરા મોલ અને સયાજી હોટેલ તરફ ઈશારો કર્યો હતો.

વડોદરાના નાગરિકોમાં આક્રોશને પગલે નિર્ણય

પૂરથી થયેલા ભારે નુકસાનથી શહેરીજનોમાં આક્રોશ ફેલાયો છે. તેવામાં ભૂખી કાંસ અને નદી પર થયેલા દબાણો હટાવવા માગ ઉઠી છે. શહેરના નિઝામપુરા અને એલ એન્ડ ટી સર્કલ નજીક લાગેલા હોર્ડિંગ્સ પર ભૂખી ડાયવર્ઝન યોજનાનો ત્વરીત અમલ કરવા માગ કરાઈ છે.

શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિ દ્વારા શહેરમાં એલએન્ડટી સર્કલ અને નિઝામપુરામાં હોર્ડિંગ્સ લગાવી જણાવ્યું છે કે કહ્યું છે કે વિશ્વામિત્રી નદીના દબાણો દૂર કરો. ઉત્તર ઝોનની જનતાનો એક જ સૂર કે કાંસને દબાણોથી દૂર રાખો. વિશ્વામિત્રી નદીના વહેણ વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરવા જોઈએ. સર સયાજીરાવ ગાયકવાડના સમયની વિશ્વામિત્રી નદીને મૂળ સ્વરૂપમાં સંસ્કારી નગરીને પાછી આપો. હોર્ડિંગ્સમાં જણાવાયું છે કે વિશ્વામિત્રી નદીમાં ગટરના છોડતાં પાણી બંધ કરવામાં આવે. ભૂખી કાંસ પરના બાંધકામો દૂર કરો. શહેરની ભૂખી કાંસને મૂળ સ્વરૂપમાં પહોળી - ખુલ્લી રાખો. તદુપરાંત ભૂખી કાંસનું ઉપરવાસનું પાણી શહેરમાં આવતું અટકાવવા માટે “ભૂખી ડાયવર્ઝન યોજના’’નો ત્વરીત અમલ કરવા માગ કરાઈ છે.