Vadodara: વણાકબોરી વિયરમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું, ગળતેશ્વર ડેસરને જોડતો બ્રિજ બંધ થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના ડેસરમાં નદીઓમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. પાણી આવતા ગળતેશ્વર ડેસરને જોડતો બ્રિજ બંધ થયો છે. વણાકબોરી વિયરમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. મહીસાગર નદીમાં 1.73 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. નદી કિનારા ગામને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. વરસડા, વાઘપુરા, જાંબુગોરલ, ઇટવાડ, મુવાડા, નાની વર્ણોલી ગામને એલર્ટ કરાયા છે.
ગળતેશ્વર ડેસરને જોડતો બ્રિજ બંધ થયો
વણાકબોરી વિયરમાંથી સવારે 5:00 વાગે 99,798 ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. પાનમ ડેમ અને કડાણા ડેમમાંથી પાણી છોડાતા વણાકબોરી વિયરમાંથી મહીસાગર નદીમાં 1,73,118 કયુસેક પાણી છોડાવામાં આવ્યું છે. મહીસાગર નદીનું પાણી બ્રિજને છાલકો મારીને પસાર થઈ રહ્યું છે. તંત્ર દ્વારા ગળતેશ્વર ડેસરને જોડતો મહીસાગર ઉપરનો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે.
વણાકબોરી વિયરમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક જોવા મળી છે. હાલ નદીમાં પાણી છોડાય રહ્યું છે. નદી કિનારાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. વરસડા, વાઘપુરા, જાંબુગોરલ, ઇટવાડ, ચાવડાના મુવાડા, નાની વર્ણોલી, ગામોને એલર્ટ કરાયા છે.
What's Your Reaction?






