Vadodara: વડોદરાના નંદેશરીમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો
વડોદરાના નંદેસરીમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતા પરપ્રાંતિય બોગસ તબીબ ઝડપાયો છે. આયુર્વેદિક ડોક્ટર એલોપેથીની દવાઓ આપતો મૂળ બંગાળના મનતોષ બિશ્વાસને SOGએ ઝડપ્યો છે. નંદેસરી પોલીસે એલોપેથી દવાઓ સહિત 47 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.વડોદરા શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ શહેરના નંદેશરી ગામ મેન બજાર શાકમાર્કેટ પાસેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક પરપ્રાંતીય બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. સ્થળ ઉપરથી એલોપેથિક દવાઓનો જથ્થો મેડિકલના સાધનો તેમજ અન્ય ચીજ વસ્તુઓ એસોજીએ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના નંદેસરી ગામ મેન બજાર શાક માર્કેટ પાસે આવેલ શાંતિ ક્લિનિક નામના દવાખાનાના ડોક્ટર મનતોષ વિશ્વાસ કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ચલાવે છે, અને દર્દીઓની સારવાર કરી એલોપેથિક દવાઓ આપીને એલોપેથિક ડોક્ટર તરીકે દવાખાનું ચલાવે છે. આ ચોક્કસ માહિતી મળતા જ એસઓજીની ટીમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને સાથે રાખીને શાંતિ ક્લિનિકમાં રેડ કરી હતી. આ દરમિયાન ડોક્ટર મનતોષ બીશ્વાસ હાજર મળી આવ્યો હતો.જેની પાસેથી તબીબી પ્રેક્ટિસ અંગેનું સર્ટિફિકેટ અંગ્રેજી લખાણવાળું અલ્ટરનેટિવ મેડિકલ કાઉન્સિલ કલકત્તા વેસ્ટ બંગાળ તથા ડિગ્રી સર્ટિફિકેટની તપાસ કરતાં તે આયુર્વેદિક ડોક્ટર હોવાનું જણાય આવ્યું હતું. સાથે જ તે પોતે એલોપેથિક દવાઓ ઇન્જેક્શન રાખીને એલોપેથિક તબીબ તરીકેની પ્રેક્ટિસ કરવા બદલ તેની પાસે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન કે અન્ય કોઈ મેડિકલ શાખામાં રજીસ્ટ્રેશન કરાવેલ છે કેમ તે બાબતે પૂછતા તેણે કોઈપણ જગ્યાએ રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે એલોપેથીક દવાઓની જુદી જુદી ટેબલેટ બોક્સ સ્ટ્રીપો તેમજ મેડિકલ પ્રેક્ટિસના સાધનો તેમજ સિરીંજ ઇન્જેક્શનનો જોઈ તપાસ્યા હતા. જેમાં આ શાંતિ ક્લિનિકમાંથી જુદી જુદી કંપનીની કફ સીરપની બોટલો, જુદી જુદી કંપનીના ઇન્જેક્શનનો, જુદી જુદી કંપનીની દવાઓના પત્તાઓ અને જુદી જુદી કંપનીઓની ટ્યુબો સહિત જુદી-જુદી સાઇઝની સિરીઝ નોડલો અને અન્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી. જે તમામ એસઓજી પોલીસે જપ્ત કરી તેના વિરુદ્ધ ધોરણ સર ની કાર્યવાહી કરી નંદેશરી પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના નંદેસરીમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતા પરપ્રાંતિય બોગસ તબીબ ઝડપાયો છે. આયુર્વેદિક ડોક્ટર એલોપેથીની દવાઓ આપતો મૂળ બંગાળના મનતોષ બિશ્વાસને SOGએ ઝડપ્યો છે. નંદેસરી પોલીસે એલોપેથી દવાઓ સહિત 47 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ શહેરના નંદેશરી ગામ મેન બજાર શાકમાર્કેટ પાસેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક પરપ્રાંતીય બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. સ્થળ ઉપરથી એલોપેથિક દવાઓનો જથ્થો મેડિકલના સાધનો તેમજ અન્ય ચીજ વસ્તુઓ એસોજીએ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના નંદેસરી ગામ મેન બજાર શાક માર્કેટ પાસે આવેલ શાંતિ ક્લિનિક નામના દવાખાનાના ડોક્ટર મનતોષ વિશ્વાસ કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ચલાવે છે, અને દર્દીઓની સારવાર કરી એલોપેથિક દવાઓ આપીને એલોપેથિક ડોક્ટર તરીકે દવાખાનું ચલાવે છે. આ ચોક્કસ માહિતી મળતા જ એસઓજીની ટીમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને સાથે રાખીને શાંતિ ક્લિનિકમાં રેડ કરી હતી. આ દરમિયાન ડોક્ટર મનતોષ બીશ્વાસ હાજર મળી આવ્યો હતો.
જેની પાસેથી તબીબી પ્રેક્ટિસ અંગેનું સર્ટિફિકેટ અંગ્રેજી લખાણવાળું અલ્ટરનેટિવ મેડિકલ કાઉન્સિલ કલકત્તા વેસ્ટ બંગાળ તથા ડિગ્રી સર્ટિફિકેટની તપાસ કરતાં તે આયુર્વેદિક ડોક્ટર હોવાનું જણાય આવ્યું હતું. સાથે જ તે પોતે એલોપેથિક દવાઓ ઇન્જેક્શન રાખીને એલોપેથિક તબીબ તરીકેની પ્રેક્ટિસ કરવા બદલ તેની પાસે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન કે અન્ય કોઈ મેડિકલ શાખામાં રજીસ્ટ્રેશન કરાવેલ છે કેમ તે બાબતે પૂછતા તેણે કોઈપણ જગ્યાએ રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોવાનું જણાવ્યું હતું.
તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે એલોપેથીક દવાઓની જુદી જુદી ટેબલેટ બોક્સ સ્ટ્રીપો તેમજ મેડિકલ પ્રેક્ટિસના સાધનો તેમજ સિરીંજ ઇન્જેક્શનનો જોઈ તપાસ્યા હતા. જેમાં આ શાંતિ ક્લિનિકમાંથી જુદી જુદી કંપનીની કફ સીરપની બોટલો, જુદી જુદી કંપનીના ઇન્જેક્શનનો, જુદી જુદી કંપનીની દવાઓના પત્તાઓ અને જુદી જુદી કંપનીઓની ટ્યુબો સહિત જુદી-જુદી સાઇઝની સિરીઝ નોડલો અને અન્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી. જે તમામ એસઓજી પોલીસે જપ્ત કરી તેના વિરુદ્ધ ધોરણ સર ની કાર્યવાહી કરી નંદેશરી પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો.