Vadodara : રાવપુરમાં યુવાનની હત્યા થતા લારી માલિક આઘાતમાં, 'બહાર જાઉં છું કહીને નીકળ્યો અને સવારે યશની હત્યા થઈ હોવાનો આવ્યો'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં હત્યાની ઘટનાઓ વધવા લાગી છે. રાવપુરમાં યુવાનની હત્યા થયાનું સામે આવતા સનસનાટી મચી જવા પામી. રાવપુરામાં કોઠી ચાર રસ્તા યુવાનની હત્યાનો બનાવ બન્યો. યુવાનની હત્યાના સમાચાર સામે આવતા પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હાલમાં બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મૃતક યુવાનનું નામ યશ ઠાકોર હોવાનું સામે આવ્યું છે.
લારી પર કામકરનાર યુવાનની હત્યા
તરસાલીમાં સ્ટાફ કવાર્ટસમાં રહેતા યુવાન યશઠાકોરની કયા કારણોસર હત્યા કરવામાં આવી તેને લઈને સ્થાનિકોમાં સવાલ ઉઠ્યા છે. કારણ કે આ યુવક આમલેટની લારી પર કામકરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. મજૂરી કામ કરનાર આ સામાન્ય યુવાનની આખરે કોની સાથે દુશ્મની હશે કે હત્યા સુધી વાત પહોંચી. યુવાન જે લારી પર કામ કરતો હતો તેના માલિક દેવ ભોયટે જણાવ્યું કે ગત રાત્રિએ યશે મને કહ્યું કે હું બહાર જાઉં છું. યશના માતાપિતાનું અવસાન થઈ ગયું છે એટલે મને એમ કે તે પોતાના કોઈ પરિચિતને ત્યાં ગયો હશે.
લારી માલિક થયો લાગણીશીલ
પરંતુ આજે સવારે યશના મિત્રોનો ફોન આવ્યો ત્યારે તેની હત્યા થઈ હોવાના મને સમાચાર મળ્યા. આ સાંભળી હું આઘાતમાં સરી પડ્યો. યશ ઘણો પ્રેમાળ હતો મને નથી લાગતું કે તેની કોઈ સાથે દુશ્મની હોય. યશ જ્યાં કામ કરતો હતો તે લારીના માલિક તેના સાથે વધુ સારા સંબંધો છે. યશની હત્યા થતા લારી માલિક લાગણીશીલ થયો. લારી માલિકે કહ્યું કે યશના હત્યારાઓને મને સોંપી દો અમે તેને ન્યાય અપાવીશું. પોલીસે યશની હત્યાના ગુનામાં ભીમા નેપાળી સહીત બે ઈસમોની ધરપકડ કરી છે. પોલીસે યશ નામના યુવાનની હત્યાના ગુનામાં આરોપીએ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
What's Your Reaction?






