Vadodara: રસ્તાઓ પરથી ગટરના ઢાંકણની ચોરી કરતી ગેંગનો વીડિયો વાયરલ

વાઘોડિયા રોડ પર ગટરના ઢાંકણની ચોરી ગટરના ઢાંકણ ચોરતા શખ્સનો વીડિયો સામે આવ્યો લોખંડના ઢાંકણા ચોરવા શખ્સ આવ્યો રિક્ષામાં વડોદરામાં રસ્તાઓ પરથી ગટરના ઢાંકણની ચોરી થઇ રહી છે. જેમાં વાઘોડિયા રોડ પર ગટરના ઢાંકણની ચોરી થઇ છે. ગટરના ઢાંકણ ચોરતા શખ્સનો વીડિયો સામે આવ્યો છે. લોખંડના ઢાંકણા ચોરવા શખ્સ રિક્ષામાં આવ્યો હતો. ખુલ્લી ગટરને પગલે અકસ્માતનો ભય રહે છે. તેમાં ભૂતકાળમાં પણ અનેક વખત ઢાંકણની ચોરી થઇ છે.તંત્ર દ્વારા કોઇ પગલા ના ભરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો ચોમાસાના સમયમાં મુખ્ય રસ્તાઓ પરથી ગટરના ઢાંકણની ચોરી થઈ રહી છે. તેમાં વાઘોડિયા રોડ પર ગટરના ઢાંકણા ચોરતા ઈસમનો વીડિયો સામે આવ્યો છે. ધોળે દિવસે વાહનોથી ધમધમતા માર્ગ પર ગટરના ઢાંકણાની ચોરી કરી હતી. જેમાં ખુલ્લી ગટરને પગલે અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે. લોખંડના ઢાંકણા ચોરવા ઈસમ રિક્ષામાં આવ્યો હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે. ભૂતકાળમાં પણ અનેક વરસાદી ગટરોના ઢાંકણોની ચોરીઓ થઈ છે. જેમાં તંત્ર દ્વારા કોઇ પગલા ના ભરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. શાંતિનિકેતન સોસાયટીમાં ગટરનું ઢાંકણું ચોરતી ગેંગ CCTV કેમેરામાં કેદ શહેરના વાઘોડિયા રોડ પર મહેશ કોમ્પલેક્ષ નજીક શાંતિનિકેતન સોસાયટીમાં ગટરનું ઢાંકણું ચોરતી ગેંગ CCTV કેમેરામાં કેદ થઇ છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીમાં ઘણા સમયથી વરસાદી ગટરના ઢાંકણા ચોરાઈ જતા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યાં છે. તેમાં મહિના પહેલા વાઘોડિયા રોડ પર વરસાદી ગટરના ઢાંકણા ગાયબ થતાં ચોરીની આશંકાએ પાલિકાએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી સંતોષ માન્યો હતો. જોકે અરજીની તપાસ હજી ચાલી રહી છે. ત્યારે વાઘોડિયા રોડ પર મહેશ કોમ્પલેક્ષ સામે આવેલી શાંતિ નિકેતન સોસાયટીમાં ગટરના ઢાંકણા ચોરીને જતા તત્વો ફરી કેમેરામાં કેદ થયા હતા. શાંતિનિકેતન સોસાયટીમાં રીક્ષા લઈને આવેલા તસ્કરો ગટરના ઢાંકણા નજીક ઉભા રહે છે અને ચોરી કરે છે તે વીડિયોમાં જોઇ શકાય છે.

Vadodara: રસ્તાઓ પરથી ગટરના ઢાંકણની ચોરી કરતી ગેંગનો વીડિયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાઘોડિયા રોડ પર ગટરના ઢાંકણની ચોરી
  • ગટરના ઢાંકણ ચોરતા શખ્સનો વીડિયો સામે આવ્યો
  • લોખંડના ઢાંકણા ચોરવા શખ્સ આવ્યો રિક્ષામાં

વડોદરામાં રસ્તાઓ પરથી ગટરના ઢાંકણની ચોરી થઇ રહી છે. જેમાં વાઘોડિયા રોડ પર ગટરના ઢાંકણની ચોરી થઇ છે. ગટરના ઢાંકણ ચોરતા શખ્સનો વીડિયો સામે આવ્યો છે. લોખંડના ઢાંકણા ચોરવા શખ્સ રિક્ષામાં આવ્યો હતો. ખુલ્લી ગટરને પગલે અકસ્માતનો ભય રહે છે. તેમાં ભૂતકાળમાં પણ અનેક વખત ઢાંકણની ચોરી થઇ છે.

તંત્ર દ્વારા કોઇ પગલા ના ભરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો

ચોમાસાના સમયમાં મુખ્ય રસ્તાઓ પરથી ગટરના ઢાંકણની ચોરી થઈ રહી છે. તેમાં વાઘોડિયા રોડ પર ગટરના ઢાંકણા ચોરતા ઈસમનો વીડિયો સામે આવ્યો છે. ધોળે દિવસે વાહનોથી ધમધમતા માર્ગ પર ગટરના ઢાંકણાની ચોરી કરી હતી. જેમાં ખુલ્લી ગટરને પગલે અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે. લોખંડના ઢાંકણા ચોરવા ઈસમ રિક્ષામાં આવ્યો હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે. ભૂતકાળમાં પણ અનેક વરસાદી ગટરોના ઢાંકણોની ચોરીઓ થઈ છે. જેમાં તંત્ર દ્વારા કોઇ પગલા ના ભરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

શાંતિનિકેતન સોસાયટીમાં ગટરનું ઢાંકણું ચોરતી ગેંગ CCTV કેમેરામાં કેદ

શહેરના વાઘોડિયા રોડ પર મહેશ કોમ્પલેક્ષ નજીક શાંતિનિકેતન સોસાયટીમાં ગટરનું ઢાંકણું ચોરતી ગેંગ CCTV કેમેરામાં કેદ થઇ છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીમાં ઘણા સમયથી વરસાદી ગટરના ઢાંકણા ચોરાઈ જતા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યાં છે. તેમાં મહિના પહેલા વાઘોડિયા રોડ પર વરસાદી ગટરના ઢાંકણા ગાયબ થતાં ચોરીની આશંકાએ પાલિકાએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી સંતોષ માન્યો હતો. જોકે અરજીની તપાસ હજી ચાલી રહી છે. ત્યારે વાઘોડિયા રોડ પર મહેશ કોમ્પલેક્ષ સામે આવેલી શાંતિ નિકેતન સોસાયટીમાં ગટરના ઢાંકણા ચોરીને જતા તત્વો ફરી કેમેરામાં કેદ થયા હતા. શાંતિનિકેતન સોસાયટીમાં રીક્ષા લઈને આવેલા તસ્કરો ગટરના ઢાંકણા નજીક ઉભા રહે છે અને ચોરી કરે છે તે વીડિયોમાં જોઇ શકાય છે.