Vadodara: મહીસાગર માતાના મંદિરમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાવલી તાલુકાના રાણીયા નજીક મહીસાગર માતાજીના મંદિરમાંથી વિવિધ સોના ચાંદીના આભૂષણોની રૂા.70 હજારની મતાની ચોરી થતા ભક્તોમાં ભારે રોષ ફટી નીકળ્યો છે.
રાણીયા ભાદરવા વચ્ચે આવેલા મહીસાગર માતાજીના મંદિર આવેલું છે સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં મહીસાગર માતાને સતિ માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે અને આસ્થાના ભાગરૂપે જ રાણીયા રોડ પર મહીસાગર માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી છે જેમાં અજાણ્યા તસ્કરો એ મંદિરની દાનપેટી અને સોનાના પગલાં ચાંદી ના છત્ર ચોરી કરીને ફ્રાર થઈ જતા ભારેચાર મચી જવા પામી છે અંદાજિત રૂા.60 થી 70 હજારની ચોરી હોવાનું અનુમાન છે અને સમગ્ર ચોરીની ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ઘટનાના પગલે સીસીટીવી ફૂટેજના આધારે ભાદરવા પોલીસે ફરીયાદ નોધી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો કર્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

