Vadodara : પોલીસ કર્મી જ બુટલેગર બન્યો: રેલવે પોલીસનો કોન્સ્ટેબલ રૂ. 4.60 લાખના દારૂની ખેપ મારતા ઝડપાયો

Aug 19, 2026 - 09:00
Vadodara : પોલીસ કર્મી જ બુટલેગર બન્યો: રેલવે પોલીસનો કોન્સ્ટેબલ રૂ. 4.60 લાખના દારૂની ખેપ મારતા ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાંથી કાયદો અને વ્યવસ્થાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં જનતાની સુરક્ષા અને કાયદાનું પાલન કરાવવાની જેની જવાબદારી છે તે જ પોલીસ કર્મી દારૂની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. ગોધરાના ડેરોલ રેલવે પોલીસમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ સંજય ચુડાસમા બુટલેગર સાથે મળીને સુરતથી દારૂની ખેપ મારી વડોદરા તરફ આવી રહ્યો હતો, ત્યારે જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે.

પોલીસ કાફલાએ શંકાસ્પદ કારને રોકીને ચેકિંગ હાથ ધર્યું

મળતી વિગતો અનુસાર, નાયબ મુખ્યમંત્રીના બંદોબસ્તમાં તૈનાત પોલીસ કાફલાએ શંકાસ્પદ કારને રોકીને ચેકિંગ હાથ ધર્યું હતું. કારની તલાશી લેતા તેમાંથી રૂ. 4.60 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કારમાં સવાર ગોધરા રેલવે પોલીસના કોન્સ્ટેબલ સંજય ચુડાસમા અને બુટલેગર વિક્રમ થાપાની સ્થળ પર જ ધરપકડ કરી લીધી હતી.

કોન્સ્ટેબલ બુટલેગર સાથે દારૂના ધંધામાં 50 ટકાની ભાગીદારી ધરાવતો 

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી કોન્સ્ટેબલ બુટલેગર સાથે દારૂના ધંધામાં 50 ટકાની ભાગીદારી ધરાવતો હતો. એટલું જ નહીં, દારૂની ખેપ મારવાના દિવસે જ તેણે પોલીસ વિભાગમાં માંદગીનું બહાનુ બતાવીને રજા લીધી હતી અને બાદમાં દારૂનું નેટવર્ક ચલાવતો હતો. ખીસામાં ખાખી પહેરીને ગુનાખોરી આચરતા આ કોન્સ્ટેબલ સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો :  Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0