Vadodara: ડભોઈમાં નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા, બે ગામ સંપર્ક વિહોણા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા અને આસપાસના ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. વડોદરાના ડભોઈમાં ઓરસંગ, હેરણ નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. ડભોઇ તાલુકાના બે ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આજગોલ તેમજ અરણીયા સંપર્ક વિહોણા બન્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી હેરન નદીમાં પાણીની આવક વધી છે. ભીલોડિયા અને અરણિયા ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે.
નદીઓના પાણી કોઝવે પરથી રસ્તાઓ પર ફરી વળ્યા
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓના પાણી કોઝવે પરથી રસ્તાઓ પર ફરી વળ્યા છે. ડભોઇ તાલુકાના બે ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ગુજરાતમાં આજે સવારથી જ મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ શરૂ કરી દીધી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત અને બારડોલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે અનેક ઠેકાણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીઓ, મકાનો અને રોડ પર પાણી ભરાઈ જવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પાણી ભરાઈ જવાના કારણે કેટલાક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પાંચ દિવસ ઠંડર સ્ટ્રોમની વોર્નિંગ જાહેર
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ઠંડર સ્ટ્રોમની વોર્નિંગ જાહેર કરાઈ છે. રથયાત્રાના દિવસે હળવો વરસાદ થઈ શકે છે. 28 જૂન સુધી પવનની ગતિ 40 કિ.મી પ્રતિકલાકની રહેશે. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં વડોદરા,ભરૂચ,સુરત,નવસારી, વલસાડ, દમણમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દાહોદ અને મહિસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા,ગાંધીનગર,અરવલ્લી, ખેડા,આણંદ,પંચમહાલ, છોટાઉદેપુર અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
What's Your Reaction?






