Vadodara : જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાના સમારકામની કામગીરી પૂરજોશમાં શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચોમાસાના વિરામ બાદ વડોદરા જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ સમારકામ હેઠળ રમણગામડી અને કાશીપુરા-સરાર ગામના રસ્તાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળ કુલ 1,046 રસ્તાઓ આવેલા છે.
142 કિલોમીટરના રસ્તાઓ જર્જરિત હાલતમાં
જેની કુલ લંબાઈ 2615.89 કિલોમીટર છે. તેમાંથી, આશરે 142 કિલોમીટરના રસ્તાઓ જર્જરિત હાલતમાં હતા. આ ખરાબ થયેલા રસ્તાઓને ફરીથી સુધારવા માટે ડામર પેચની કામગીરી હાલમાં ચાલી રહી છે. વિભાગે દિવાળી પહેલા આ તમામ પેચવર્કનું કામ પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે. ડામર પેચવર્ક ઉપરાંત, અંદાજે 400 કિલોમીટરના રસ્તાઓ પર જંગલ કટિંગ (વૃક્ષોની ડાળીઓ કાપવી) અને ગેરુ ચૂનાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
આણંદમાં બોરસદથી રાસ જતા રસ્તા પર હોટ મિક્સ ડામરથી પેચવર્કની કામગીરી શરૂ કરાઈ
આણંદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે દાંડીમાર્ગ બોરીયાવીથી બોરસદ રાસ કંકાપુરા સુધીના જે રસ્તાઓને નુકસાની થઈ હતી, તે રસ્તાઓના સમારકામની કામગીરી રાષ્ટ્રીય ધોરી માર્ગ, પેટા વિભાગ, આણંદ (દાંડી માર્ગ વિભાગ, આણંદ) દ્વારા હાથ ધરવામાં આવી છે, તેમ દાંડી માર્ગના નાયબ કાર્યપાલક ઈજનેર અભિજીત દેશમુખે જણાવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે બોરસદથી રાસ જતા રસ્તા ઉપર ભારે વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાઓનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં હોટમિક્સ ડામરથી પેચવર્કની કામગીરી કરવામાં આવી છે.
જે કામગીરી પૂર્ણ થયા બાદ બોરસદથી બોરીયાવી સુધીનો રસ્તાની દુરસ્તી કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત આણંદ જિલ્લામાંથી પસાર થતો દાંડીમાર્ગ ઉપર જે જગ્યાઓ ઉપર ખાડા પડ્યા છે અથવા રોડ ખરાબ થયો છે તેવા તમામ જગ્યાઓ ઉપર રસ્તા દૂરસ્તી કરવા અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે હાલ પ્રગતિ હેઠળ છે અને વરસાદ બંધ રહેતા આણંદ જિલ્લામાંથી પસાર થતો દાંડી માર્ગ ઉપરથી પસાર થતા લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે દાંડીમાર્ગનો રસ્તો મોટરેબલ બનાવવામાં આવી રહ્યો છે.
What's Your Reaction?






