Vadodara: જરોદ ગામે કપિરાજનો આંતક, 3 દિવસમાં 4ને બચકાં ભર્યા, અંતે કપિરાજ ઝડપાયા

Jul 17, 2026 - 07:00
Vadodara: જરોદ ગામે કપિરાજનો આંતક, 3 દિવસમાં 4ને બચકાં ભર્યા, અંતે કપિરાજ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જરોદ : જરોદ ગામે છેલ્લા ત્રણ દિવસથી ડેરી ફ્ળિયામાં તેમજ વિસ્તારમાં કપિરાજે આંતક મચાવ્યો છે. જેમાં ગત તા.14મીએ બારીયા મનીષ કમલેશભાઈને કપિરાજે બચકું ભર્યું હતું. જ્યારે તા.15મીએ મંજુલાબેન ઈશ્વર પાટણવાડીયા અને વિવેકકુમાર સિંગને કપિરાજે બચકું ભર્યું હતું. જ્યારે આજે ભાવનાબેન શૈલેષ પટેલને તેઓ ફ્ળિયામાંથી નોકરી જતા ત્યારે કપિરાજે પગે બચકું ભર્યું હતું. તમામે જરોદ રેફરલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. આ બાબતે વડોદરા ફેરેસ્ટ ખાતાને જાણ કરતાં ફેરેસ્ટ ખાતાની ટીમ જરોદ આવી પહોંચી વાંદરાને પાંજરે પુરવા પાંજરું મૂક્યું છે. પરંતુ આ લખાય છે. ત્યાં સુધી વાંદરો પાંજરે પુરાયો નથી. ટ્રાન્કવી લાયસર (ડાર્ક ઘ્ાન) ઘન સાથે ફેરેસ્ટ ખાતાની ટીમ કપિને પાંજરે પુરવા પ્રયાસ કર્યા હતા. ત્યારે મોડીસાંજે જરોદ ગામના પરમાર ફળિયામાંથી વનવિભાગની ટીમે તોફાની કપિરાજને પાંજરે પુરવા સફળતા પ્રાપ્ત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0