Vadodara: ગેસ રિફિલીંગનું કૌભાંડ ઝડપાયુ, પોલીસે 2.95 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

વડોદરા પોલીસે 6 વ્યક્તિઓને ગેસ રિફિલીંગ કરતા ઝડપ્યાCISF હેડક્વાર્ટરની આડમાં ચાલતું હતું કૌભાંડ આરોપીઓ ભરેલી બોટલમાંથી ગેસ કાઢી ખાલી બોટલમાં ભરતા હતા રાજ્યમાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે. વડોદરાના વાડી વિસ્તારમાંથી ગેસ રિફિલીંગનું કૌભાંડ સામે આવ્યુ છે. ત્યારે આ સમગ્ર મામલે વડોદરા પોલીસે 6 વ્યક્તિઓને ગેસ રિફિલીંગ કરતા ઝડપ્યા છે. મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના કર્મચારીઓને ગેસ રિફિલિંગ કરતા પોલીસે ઝડપ્યા છે. એસઓજી પોલીસે છાપો મારી છ ઈસમોને ગેસ રિફિલિંગ કરતા રંગે હાથે ઝડપ્યા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી અને તેના આધારે એસઓજી પોલીસે છાપો મારી છ ઈસમોને ગેસ રિફિલિંગ કરતા રંગે હાથે ઝડપ્યા છે. ડ્રાઈવરો, હેલ્પરો ગેસ રિફિલીંગ કરતા હતા. CISF હેડકર્વાટર દિવાલની આડમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું અને ભરેલા બોટલોના સીલ ખોલી ખાલી બોટલમાં ગેસ ભરતા હતા અને થોડો થોડો ગેસ કાઢી ફરીથી સીલ મારી ગ્રાહકો સુધી ગેસની બોટલો પહોંચાડતા હતા. રૂપિયા 2.95 લાખનો મુદ્દામાલ પણ જપ્ત ત્યારે પોલીસે ગેસ ટેમ્પાના ડ્રાઈવરો, હેલ્પરો અને મળતીયા મળી કુલ 6 ઈસમોની ધરપકડ કરી છે અને સાથે જ રૂપિયા 2.95 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ત્યારે કુતુબદ્દીન કુરેશી નામના આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. વડોદરાના શિનોરમાં અસામાજિક તત્વોનો આંતક અસામાજિક તત્વોએ ખેડૂતના પરવરના પાકને મંડપના તાર કાપી જમીન દોષ કરી દેતા ખેડૂતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પોલીસ આ અસામાજિક તત્વોને પકડીને પાઠ ભણાવે એવી ખેડૂતની માગ છે. સુરાશામળ ગામના ખેડૂત બુધા વસાવાએ કાછોટ વગામાં દોઢ વીઘા જમીનમાં તારનો મંડપ બનાવી પરવરની ખેતી કરેલી અને 2 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ત્યારે હવે જ્યારે પરવરનું ઉત્પાદન શરૂ થયું તેવામાં પરવરના ભાવ બેસી ગયા છે. પહેલા 20 કિલોના 1 હજાર ઉપર ભાવ હતા, અત્યારે માંડ માંડ 500થી 600 રૂપિયા મળે છે એવામાં પડતા ઉપર પાટું મારવાનું કામ અસામાજિક તત્વોએ કર્યું છે. ત્યારે પરવરના પાકોને જમીન દોષ કરી દેતા ખેડૂતને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

Vadodara: ગેસ રિફિલીંગનું કૌભાંડ ઝડપાયુ, પોલીસે 2.95 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરા પોલીસે 6 વ્યક્તિઓને ગેસ રિફિલીંગ કરતા ઝડપ્યા
  • CISF હેડક્વાર્ટરની આડમાં ચાલતું હતું કૌભાંડ
  • આરોપીઓ ભરેલી બોટલમાંથી ગેસ કાઢી ખાલી બોટલમાં ભરતા હતા

રાજ્યમાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે. વડોદરાના વાડી વિસ્તારમાંથી ગેસ રિફિલીંગનું કૌભાંડ સામે આવ્યુ છે. ત્યારે આ સમગ્ર મામલે વડોદરા પોલીસે 6 વ્યક્તિઓને ગેસ રિફિલીંગ કરતા ઝડપ્યા છે. મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના કર્મચારીઓને ગેસ રિફિલિંગ કરતા પોલીસે ઝડપ્યા છે.

એસઓજી પોલીસે છાપો મારી છ ઈસમોને ગેસ રિફિલિંગ કરતા રંગે હાથે ઝડપ્યા

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી અને તેના આધારે એસઓજી પોલીસે છાપો મારી છ ઈસમોને ગેસ રિફિલિંગ કરતા રંગે હાથે ઝડપ્યા છે. ડ્રાઈવરો, હેલ્પરો ગેસ રિફિલીંગ કરતા હતા. CISF હેડકર્વાટર દિવાલની આડમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું અને ભરેલા બોટલોના સીલ ખોલી ખાલી બોટલમાં ગેસ ભરતા હતા અને થોડો થોડો ગેસ કાઢી ફરીથી સીલ મારી ગ્રાહકો સુધી ગેસની બોટલો પહોંચાડતા હતા.

રૂપિયા 2.95 લાખનો મુદ્દામાલ પણ જપ્ત

ત્યારે પોલીસે ગેસ ટેમ્પાના ડ્રાઈવરો, હેલ્પરો અને મળતીયા મળી કુલ 6 ઈસમોની ધરપકડ કરી છે અને સાથે જ રૂપિયા 2.95 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ત્યારે કુતુબદ્દીન કુરેશી નામના આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

વડોદરાના શિનોરમાં અસામાજિક તત્વોનો આંતક

અસામાજિક તત્વોએ ખેડૂતના પરવરના પાકને મંડપના તાર કાપી જમીન દોષ કરી દેતા ખેડૂતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પોલીસ આ અસામાજિક તત્વોને પકડીને પાઠ ભણાવે એવી ખેડૂતની માગ છે. સુરાશામળ ગામના ખેડૂત બુધા વસાવાએ કાછોટ વગામાં દોઢ વીઘા જમીનમાં તારનો મંડપ બનાવી પરવરની ખેતી કરેલી અને 2 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ત્યારે હવે જ્યારે પરવરનું ઉત્પાદન શરૂ થયું તેવામાં પરવરના ભાવ બેસી ગયા છે. પહેલા 20 કિલોના 1 હજાર ઉપર ભાવ હતા, અત્યારે માંડ માંડ 500થી 600 રૂપિયા મળે છે એવામાં પડતા ઉપર પાટું મારવાનું કામ અસામાજિક તત્વોએ કર્યું છે. ત્યારે પરવરના પાકોને જમીન દોષ કરી દેતા ખેડૂતને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.