Vadodara: કંજેઠા ગામમાં તલાટી ક્રમ મંત્રી અનિયમિત આવતા લોકો પરેશાન
વડોદરાના શિનોરના કંજેઠા ગ્રામ પંચાયતને ગ્રામજનોએ તાળાબંધી કરી છે. શિનોર તાલુકાના કંજેઠા ગામે તલાટી ક્રમ મંત્રીની અનિયમતતાથી ત્રાસી ગયેલા ગામના લોકોએ આખરે આજે ગ્રામ પંચાયત કચેરીને અચોક્કસ મુદત માટે તાળબંધી કરીને તાલુકા પંચાયત કચેરી ખાતે TDOને લેખિતમાં તલાટી બદલવાની રજુઆત કરી છે.ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરીને લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો તમને જણાવી દઈએ કે શિનોરનું કંજેઠા ગામ 700 વ્યક્તિ ધરાવતું ગામ છે, છેલ્લા કેટલાક મહિનાથી અહીં તલાટી ક્રમ મંત્રી અનિયમિત આવે છે અને તેના કારણે ગ્રામજનોના પંચાયત લક્ષી તમામ કામ સમય પર થતાં નથી. આખરે આજે ગ્રામજનોએ કંટાળીને અચોક્કસ મુદત માટે ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે અને તેને લઈને તાલુકા અધિકારીને રજૂઆત પણ કરી છે. ગ્રામજનો દ્વારા TDOને લેખિતમાં તલાટી બદલવાની રજુઆત કરાઈ ઉલ્લેખનીય છે કે પંચાયત કચેરી ખખડધજ હાલતમાં કાર્યરત છે અને નવું પંચાયત ઘર બનવાની કામગીરી ચાલુ થતાની સાથે કામ બંધ પણ થઈ ગયું હતું. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે તલાટી ક્રમ મંત્રી નિયમિતના આવતા છેલ્લા 6 મહિનાથી પંચાયતનું લાઈટ બિલ ભરવાનું પણ બાકી છે. છેલ્લા દોઢ વર્ષથી વહીવટદાર હોય વિકાસના કામો પણ અટવાયા છે. ગામલોકોની હવે એક જ માગ છે કે જ્યાં સુધી તલાટી ક્રમમંત્રીની બદલી નહીં કરવામાં આવે અને નવો તલાટી નહીં મળે ત્યાં સુધી ગ્રામ પંચાયત કચેરીની તાળાબંધી યથાવત રહેશે અને આવી લેખિતમાં રજૂઆત પણ શિનોર TDOને કરવામાં આવી છે. કાચા મકાનની દીવાલ ધરાશાયી, પરિવારનો આબાદ બચાવ ગઈકાલે શિનોરના સાધલી ગામે રામદેવ મંદિરની બાજુમાં આવેલા કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં પલંગ પર સુતેલા યુવાનનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. પરિવાર સાંજે જમ્યા પછી સુતો હતો અને મોડી રાતે દીવાલનો પથ્થર પલંગ પર પડતા ઘર પરીવારના લોકો ઉઠીને બહાર નીકળી જતા યુવાન સહિત પરિવારનો આબાદ બચાવ થયો હતો. કારણ કે પરિવાર ઘરની બહાર નીકળ્યો અને તરત જ દીવાલ ધરાશાયી થઈ હતી. ઘરમાં પુત્ર, પુત્રવધુ અને નાનો પૌત્ર હાજર ઘરમાં સુતા હતા. શિનોર પંથકમાં ચાલુ ચોમાસામાં ત્રણથી ચાર ઘટના દીવાલ પડવાની બની છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના શિનોરના કંજેઠા ગ્રામ પંચાયતને ગ્રામજનોએ તાળાબંધી કરી છે. શિનોર તાલુકાના કંજેઠા ગામે તલાટી ક્રમ મંત્રીની અનિયમતતાથી ત્રાસી ગયેલા ગામના લોકોએ આખરે આજે ગ્રામ પંચાયત કચેરીને અચોક્કસ મુદત માટે તાળબંધી કરીને તાલુકા પંચાયત કચેરી ખાતે TDOને લેખિતમાં તલાટી બદલવાની રજુઆત કરી છે.
ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરીને લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો
તમને જણાવી દઈએ કે શિનોરનું કંજેઠા ગામ 700 વ્યક્તિ ધરાવતું ગામ છે, છેલ્લા કેટલાક મહિનાથી અહીં તલાટી ક્રમ મંત્રી અનિયમિત આવે છે અને તેના કારણે ગ્રામજનોના પંચાયત લક્ષી તમામ કામ સમય પર થતાં નથી. આખરે આજે ગ્રામજનોએ કંટાળીને અચોક્કસ મુદત માટે ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે અને તેને લઈને તાલુકા અધિકારીને રજૂઆત પણ કરી છે.
ગ્રામજનો દ્વારા TDOને લેખિતમાં તલાટી બદલવાની રજુઆત કરાઈ
ઉલ્લેખનીય છે કે પંચાયત કચેરી ખખડધજ હાલતમાં કાર્યરત છે અને નવું પંચાયત ઘર બનવાની કામગીરી ચાલુ થતાની સાથે કામ બંધ પણ થઈ ગયું હતું. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે તલાટી ક્રમ મંત્રી નિયમિતના આવતા છેલ્લા 6 મહિનાથી પંચાયતનું લાઈટ બિલ ભરવાનું પણ બાકી છે. છેલ્લા દોઢ વર્ષથી વહીવટદાર હોય વિકાસના કામો પણ અટવાયા છે. ગામલોકોની હવે એક જ માગ છે કે જ્યાં સુધી તલાટી ક્રમમંત્રીની બદલી નહીં કરવામાં આવે અને નવો તલાટી નહીં મળે ત્યાં સુધી ગ્રામ પંચાયત કચેરીની તાળાબંધી યથાવત રહેશે અને આવી લેખિતમાં રજૂઆત પણ શિનોર TDOને કરવામાં આવી છે.
કાચા મકાનની દીવાલ ધરાશાયી, પરિવારનો આબાદ બચાવ
ગઈકાલે શિનોરના સાધલી ગામે રામદેવ મંદિરની બાજુમાં આવેલા કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં પલંગ પર સુતેલા યુવાનનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. પરિવાર સાંજે જમ્યા પછી સુતો હતો અને મોડી રાતે દીવાલનો પથ્થર પલંગ પર પડતા ઘર પરીવારના લોકો ઉઠીને બહાર નીકળી જતા યુવાન સહિત પરિવારનો આબાદ બચાવ થયો હતો. કારણ કે પરિવાર ઘરની બહાર નીકળ્યો અને તરત જ દીવાલ ધરાશાયી થઈ હતી. ઘરમાં પુત્ર, પુત્રવધુ અને નાનો પૌત્ર હાજર ઘરમાં સુતા હતા. શિનોર પંથકમાં ચાલુ ચોમાસામાં ત્રણથી ચાર ઘટના દીવાલ પડવાની બની છે.