Vadodara News : વડોદરા કોર્પોરેશનના લીગલ એડવાઈઝર નશો કરેલી હાલતમાં ઝડપાયા, પાડોશીઓને હેરાન કરતા હોવાનો આક્ષેપ લાગ્યો

Sep 27, 2025 - 10:30
Vadodara News : વડોદરા કોર્પોરેશનના લીગલ એડવાઈઝર નશો કરેલી હાલતમાં ઝડપાયા, પાડોશીઓને હેરાન કરતા હોવાનો આક્ષેપ લાગ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં આજવા રોડ પર આવેલી સોનલ વાટિકા સોસાયટીમાં રહે છે વિજય વૈરાગી અને બાપોદ પોલીસે પીધેલી હાલતમાં વિજય વૈરાગીને ઝડપ્યો છે, સોસાયટીમાં દાદાગીરી કરતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે, પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

લીગલ એડવાઈઝર પોલીસ આવતા સંતાઈ ગયા

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના લીગલ એડવાઈઝરની બાપોદ પોલીસે ગત મોડી રાતે દારુનો નશો કરેલી હાલતમાં ધરપકડ કરી હતી. લીગલ એડવાઈઝર દારુનો નશો કરેલી હાલતમાં તમાશો કરી રહ્યાં હતા ત્યારે સોસાયટીના રહિશોએ પોલીસ કંટ્રોલ રુમને જાણ કરી હતી. બાપોદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે એડવાઈઝર તેમના મકાનના ત્રીજા માળે અગાશીમાં ચઢીને પાણીની ટાંકી પાછળ સંતાઈ ગયા હતા. જયાંથી પકડીને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા.

વિજય વૈરાગી વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં લીગલ એડવાઈઝર તરીકે ફરજ બજાવે છે

બાપોદ પી.આઈ. એમ.કે. ગુર્જરે જણાવ્યુ હતુ કે, આજવા રોડ, સોનલ વાટિકાના કેટલાક રહિશોએ ગઈકાલે મોડી રાતે 112 નંબર ઉપર જાણ કરી હતી કે, વિજય કાંતિલાલ વૈરાગી તેમના ઘર પાસે તમાશો કરી રહ્યાં છે. જે આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી ત્યારે વિજય વૈરાગી તેમના મકાનના ત્રીજા માળે પાણીની ટાંકી પાછળ જઈને સંતાઈ ગયા હતા. જેઓની ધરપકડ કરીને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. જેમની સામે પ્રોહિબીશન એક્ટ ૬૬(૧) (બી) તેમજ ૮૫ મુજબ એફ.આઈ. આર. નંબર ૫૦૫૫૪થી ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો. વિજય વૈરાગી વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં લીગલ એડવાઈઝર તરીકે ફરજ બજાવે છે તેમ પી.આઈ. દ્વારા જણાવાયુ હતુ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0