Vadodara News : રસ્તો ભૂલી જતાં મોતના મુખમાં હોમાયું દંપતી, દિલ્હી-બોમ્બે એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં સાવરકુંડલાના પતિ-પત્નીનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલ પાલડી ગામની સીમમાંથી પસાર થતાં દિલ્હી-બોમ્બે એક્સપ્રેસ હાઈવે પર બે કાર વચ્ચે ભયાનક સામસામે ટક્કર સર્જાઈ હતી. આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના અંગેની જાણ થતાં જ મંજુસર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સાવરકુંડલા જતો પરિવાર રસ્તો ભૂલીને ગોધરા પહોંચ્યો
મળતી વિગતો અનુસાર, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘોઘા નામના ગામના વતની મગનભાઈ વાવીયા અને તેમના પત્ની ભાનુબેન વાવીયા પરિવાર સાથે સાવરકુંડલા જવા નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન ભૂલથી તેઓ રસ્તો ભૂલી ગયા હતા અને દિલ્હી-બોમ્બે એક્સપ્રેસ હાઈવે પર ચઢી ગયા હતા. રસ્તો ભૂલીને છેક ગોધરા પહોંચી ગયા બાદ તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. જેથી તેઓ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે તરફ પરત જવા માટે એક્સપ્રેસ વે પર જ રોંગ સાઈડમાં કાર ચલાવી રહ્યા હતા.
મંજુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
દરમિયાન, સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી ઈનોવા કાર સાથે તેમની ગાડી ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર સાવરકુંડલાના ઘોઘા ગામના દંપતી મગનભાઈ વાવીયા અને ભાનુબેન વાવીયાનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં તેમને આજુબાજુના લોકોની મદદથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મંજુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Surat સાયબર ક્રાઇમનો સપાટો, રાષ્ટ્રપિતાનું અપમાન કરનાર વાંધાજનક રીલ બનાવનાર સિમરન પટેલની ધરપકડ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

