Vadodara News : મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ ધરાશાયી, દુર્ઘટનામાં 9ના મોત, રેસ્કયુ ઓપરેશન જારી, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તંત્ર ભલે નઠોરું થયું પણ લોકોની વહારે કુદરત આવી.ગુજરાત માટે આજે ફરી એક વખત વહેલી સવારે ગોઝારી દુર્ઘટનના સમાચાર સામે આવ્યા. વડોદરા અને આણંદને જોડતો ગંભીરા બ્રિજ તૂટતાં પાંચેક જેટલા વાહનો નદીમાં ખાબકયા હતા. મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનામાં અત્યારસુધી 9 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગોઝારી દુર્ઘટનામાં ફાયરબ્રિગેડ, NDRF અને સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. અકસ્માતને પગલે આગામી કેટલાક દિવસો સુધી આ બ્રિજ પર વાહન વ્યહાર બંધ કરવામાં આવ્યો છે.
રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું
વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં નદીમાં ખાબકેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. અત્યાર સુધી પાંચ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. ફાયરબ્રિગેડ દ્વારા નદીમાંથી વાહનો બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મહેરબાન રહ્યા છે. જો કે આજે વરસાદ ના રહેતા લોકોને બચાવવાના કાર્યમાં મદદ મળી છે.
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા
નદીમાં અત્યારે પાણીનો પ્રવાહ પણ ધીમો છે. જો કે કિનારા પર વરસાદના કારણે કાદવ-કીચડના સામ્રાજ્ય વચ્ચે લોકોને બચાવવાની રાહત કામગીરી કરવામાં આવી રહી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં નદીમાંથી લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું. એનડીઆરફની ટીમ અને સ્થાનિકો બચાવકાર્યમાં લાગ્યા છે. આ દુર્ઘટનામાં ઈજા પામનારા ચાર લોકોને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
પિલ્લરો વચ્ચેનો સ્લેબ તૂટયો
ચોમાસાની સિઝનમાં રોડ અને રસ્તા સહિત બ્રિજની કામગીરી અંગે મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકને હજી બે દિવસ થયાં છે ત્યાં જ વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના બનવા પામી. એવું કહેવાય છે કે બ્રિજ પર બે પિલ્લરો વચ્ચેનો સ્લેબ ધસી પડતાં ગંભીરા બ્રિજ ધરાશાયી થયો.
What's Your Reaction?






