Vadodara News: નગરપાલિકાની બેદરકારીને કારણે કરંટ લાગતા બાળકનું મોત નિપજ્યું, લોકો રોષે ભરાયા

Jul 23, 2025 - 16:30
Vadodara News: નગરપાલિકાની બેદરકારીને કારણે કરંટ લાગતા બાળકનું મોત નિપજ્યું, લોકો રોષે ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાદરા નગરપાલિકાના હદ વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી એક બાળકનું મોત થયાનો મામલો સામે આવ્યો છે. પાદરા નગરપાલિકાના હદ વિસ્તારની એક સોસાયટીમાં ગટરના પાણી ઉભરાયાં હતાં. જેમાં વીજ કરંટ પ્રસર્યો હતો, તેથી એક 11 વર્ષના બાળકને વીજ કરંટ લાગતા તેનું અવસાન થયું હતું. સોસાયટીના ઘણા બાળકો રોજ આ જ રસ્તા પરથી ટ્યુશન જતા હોય છે. તે જ રસ્તામાં પાણી ભરાયાં હતાં અને તેમાં વીજ કરંટ લાગવાને કારણે એક બાળકનું કમકમાટીભર્યું મોત નીપજતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

હાઉસિંગ બોર્ડ સહિત આસપાસના લોકોમાં રોષ

તંત્રની આવી ગંભીર બેદરકારીને કારણે એક માસૂમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સોસાયટી સહિત આસપાસની વિવિધ સોસાયટીના લોકો રેલી સાથે નગરપાલિકા પહોંચ્યા હતા. આ ઘટનાને કારણે સોસાયટીના બાળકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. બાળકો ઘરની બહાર જતા કે શાળાએ જતા ડરી રહ્યા છે. "અમારી સાથે રમનાર તથા સાથે ભણવા આવનાર મિત્ર સાથે આવું થયું છે, તો ક્યાંક મારી સાથે પણ આવું ન બની જાય" તેવા ભાવથી ડરીને તેઓ શાળાએ જતા ડરી રહ્યા છે. તંત્રની બેદરકારી તથા રજૂઆતો ન સાંભળવાના કારણે આવા ગંભીર અકસ્માતો સર્જાય છે અને લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

પાંચ વર્ષથી કામો નહીં થતાં રોષ: કરંટથી બાળકના મોતના પગલે પાદરામાં કોર્પોરેટરો પાસે રાજીનામાની માંગ

પાદર નગરપાલિકાના વોર્ડનંબર 3માં ટ્યુશન જતા ૧૧ વર્ષના બાળકનું કરંટ લાગતા મોત નીપજતા સોસાયટીના રહીશો રેલી સાથે પાલિકાએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. સ્થાનિક આગેવાન જે.કે. શ્રીમાળીએ જણાવ્યું હતું કે, 5 વર્ષથી સોસાયટીના કોઈ કામો ન થતાં હોવાથી તેના નિકાલ માટે અરજી કરવા આવ્યા છીએ, પરંતુ પાલિકામાં કોઈ અધિકારીઓ કે કોર્પોરેટર હાજર નથી. આ જે વહીવટ ચાલી રહ્યો છે તે ઘોર અંધારામાં ચાલી રહ્યો છે. હવે આ રજૂઆત અમે મામલતદારને આપીશું તથા પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપીશું. જો કોર્પોરેટરોએ 5 વર્ષથી કામ નથી કર્યા અને તેમણે કામ ન કરવાના હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ," તેવી માંગણી કરી હતી. તેમજ રહીશોએ પણ જણાવ્યું કે, "અમારા બાળકો શાળા જતા કે બહાર નીકળતા ડરી રહ્યા છે." પાલિકાએ જઈને રહીશોએ રામધૂન બોલાવી, પાલિકાના વિરોધમાં "હાય-હાય"ના સૂત્રોચ્ચાર કર્યા. સાથે સાથે પોતાનું દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0