Vadodara News: ડભોઈમાં બાળકોને સિરપ આપનાર ડોક્ટરને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ, તબિબ અગાઉ બોગસ ડોક્ટર તરીકે ઝડપાયો હતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીધા બાદ બાળકોના થયેલા મોતનો મામલો હજું તાજો જ છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇમાં કફ સિરપ પીધા બાદ બાળકોની તબિયત લથડી હોવાના સમાચાર આવતા ખળભળાટ મચી ગયો છે.કફ સિરપ પીતા બાળકોની તબિયત લથડી છે જેથી આ બાળકોને આઇસીયુ માં દાખલ કરાયા છે. બાળકોની સારવાર હાલ ચાલી રહી છે.
આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું
ડભોઈના આ કેસમાં ડો.અશ્વિન ધરમપુરીની ક્લીનિકમાં આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. આ ડોક્ટરે બાળકોને કફ સિરપ આપી હતી. તેની ક્લીનીક માંથી એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ડોક્ટર સામે અગાઉ પણ બોગસ ડોક્ટરનો કેસ નોંધાયેલો છે. આરોગ્ય વિભાગ દ્વારા માહિતી પુછતાં તબીબે 12 પાસ હોવાનું બાદમાં સીએમએસની ડિગ્રી મેળવી હોવાનું જણાવ્યું હતું. આ તબિબને ત્યાં સી ડી એચ ઓ સહિત આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું છે.
ડભોઇ પાસેના સીતાપુર વસાહતમાં રહેતા હોવાનું બહાર આવ્યું
આ બાળકોના વાલીઓ ડભોઇ પાસેના સીતાપુર વસાહતમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. બે દિવસથી બાળકો બિમાર હોવાનું જાણવા મળે છે. જિલ્લા RCHO ડૉ એમ.એમ લાખાણી એ કહ્યું કે અમે તપાસ કરવા આવ્યા છીએ અને તમામ રિપોર્ટ ચેક કરીને નિવેદનો લેવાશે અને ત્યારબાદ સરકારને અહેવાલ અપાશે. જે સિરપ અપાઇ હતું તે ક્યું હતું તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસ વિભાગની પણ મદદ લેવાઇ છે. હાલમાં જે બનાવો બન્યા છે તે પ્રકારનું આ સિરપ ન હતું પણ અન્ય સિરપ હતું. અમે દવાઓનું સેમ્પલ પણ લઇશું. સરકારની સૂચના પ્રમાણે નિયમીત રુપે અમે યોગ્ય કાર્યવાહી કરીએ છીએ.
What's Your Reaction?






