Vadodara News: SMCએ કપુરાઈ વિસ્તારમાં 78 લાખના દારુ સાથે એક આરોપીને ઝડપ્યો

Jul 8, 2026 - 20:30
Vadodara News: SMCએ કપુરાઈ વિસ્તારમાં 78 લાખના દારુ સાથે એક આરોપીને ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના કપુરાઈ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા એક મોટી કાર્યવાહી કરીને દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.આ દરોડા દરમિયાન પોલીસે અંદાજે 500 પેટી અને 22116 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.આ ઓપરેશનમાં પોલીસે આશરે રૂ.78 લાખની કિંમતનો IMFL દારૂ તેમજ ટ્રક સહિત કુલ રૂ.93.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ટ્રકના ક્લીનર દમન સુરેશકુમાર શર્માની ધરપકડ

આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી દારૂ ભરેલી ટ્રકના ક્લીનર દમન સુરેશકુમાર શર્માની ધરપકડ કરી લીધી છે. ટ્રકનો ચાલક ખીલુ સૈની પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.જેને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો મોકલનાર મુખ્ય સૂત્રધાર જોગા યાદવ છે અને આ સમગ્ર મામલામાં દારૂ મંગાવનાર સ્થાનિક બુટલેગર સહિત કુલ 5 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

આ દરોડાથી હરિયાણા અને દિલ્હીથી ગુજરાતમાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતું એક મોટું આંતરરાજ્ય નેટવર્ક સામે આવ્યું છે.આ સમગ્ર મામલે હાલ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સ્ટેટ મોનીટરીંગ સેલ અને સ્થાનિક પોલીસે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ Surat News: બારડોલીમાં મીંઢોળા નદી ગાંડીતૂર, તલાવડી વિસ્તારના 50થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0